Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે કેન્ડલ માર્ચ કાર્યક્રમ યોજાયો : પથિકાશ્રમ સુધી જતા પોલીસ દ્વારા અટકાવાયા

મોટી સંખ્યામાં બોર્ડ-નિગમ, નગરપાલીકાઓનાં કર્મચારીઓ જોડાયા :પડતર પ્રશ્નોના ઉકેલ લાવવા માટે સરકારની અન્યાયકારી નીતિઓની વિરૂદ્ધ સૂત્રોચાર કરાયા

ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય બોર્ડ નિગમ,નગરપાલીકા કર્મચારી મહામંડળ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે કેન્ડલ માર્ચનો કાર્યક્રમ યોજવામાં આવ્યો મોટી સંખ્યામાં બોર્ડ-નિગમ, નગરપાલીકાઓનાં કર્મચારીઓ હાજર રહ્યા અને પડતર પ્રશ્નોના ઉકેલ લાવવા માટે સરકારની અન્યાયકારી નીતિઓની વિરૂદ્ધ સૂત્રોચાર કરવામાં આવ્યા અને પથિકાશ્રમ સુધી જતા પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવા માટે પોલીસને આગળ ધરીને વિરોધ પ્રદર્શિત કરવા દેવામાં આવતો નથી આ કાર્યક્રમમાં વિષ્ણુભાઈ પટેલ અધ્યક્ષ સંકલન સમિતિ પ્રવીણ સુતરીયા પ્રમુખ બોર્ડ નિગમ નગરપાલીકા કર્મચારી મહામંડળ અને અશોક રાઠોડ ઉપ પ્રમુખ બોર્ડ નિગમ નગરપાલીકા કર્મચારી મહામંડળ ઉપસ્થિત રહ્યા હતા

(10:39 pm IST)