Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

આયુષ્યમાન ભારત દિવસની ઊજવણી: કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવિયાએ લાભાર્થીઓ સાથે ઓનલાઇન સંવાદ કર્યો

ઊંઝા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અમદાવાદના લાભાર્થી દિપકભાઇ સાથે સંવાદ કરી આયુષ્યમના ભારત સંબધિત મળેલ લાભોની માહિતી મેળવી

મહેસાણા : આયુષ્યમાન ભારત દિવસની ઉજવણી અંતર્ગત કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવિયા સહિત કેન્દ્રિય રાજ્ય આરોગ્યમંત્રી ડો ભારતી પ્રવિણ પવારે દેશના વિવિધ લાભાર્થીઓ સાથે ઓનલાઇન સંવાદ કર્યો હતો.જે અતર્ગત ઊંઝા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અમદાવાદના લાભાર્થી દિપકભાઇ સાથે સંવાદ કરી આયુષ્યમના ભારત સંબધિત મળેલ લાભોની માહિતી મેળવી હતી.
 ઊંઝા ખાતે  આયુષ્યમાન ભારત દિવસ અંતર્ગત યોજાયેલ ટુ વે કોમ્યુનિકેશન કાર્યક્રમમાં ઉપસ્થિત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારત યોજના લાભાર્થીઓ માટે આશિર્વાદ રૂપ બની છે.ગુજરાતે શરૂ કરેલ આરોગ્યલક્ષી જનસેવાના ફળ આજે દેશને મળતા થયા છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ધદષ્ટીને પગલે આરોગ્યની સવલતો રાજ્યના છેવાડાના માનવીને મળતી થઇ છે.
આ પ્રસંગે અમદાવાદના લાભાર્થી દિપકભાઇએ જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારત યોજનાથી આજે મને નવજીવન મળ્યું છે. આ યોજના ન હોત તો મારે અન્ય જગ્યાએથી નાણાંની વ્યવસ્થા કરવી પડત જે મુશ્કેલ હતુ તેમ જણાવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો
 ઊંઝા ખાતેના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર.ધારાસભ્ય સર્વ અમજલજી ઠાકોર,કરશનભાઇ સોલંકી, કારોબારી ચેરમેન હરીભાઇ પટેલ, એ.પી.એમ.સી ઊંઝાના ચેરમેન દિનેશભાઇ પટેલ,આરોગ્ય સમિતિના ચેરમેન અવચળભાઇ ચૌધરી, , જિલ્લા આરોગ્ય અધિકારી ડો  કાપડીયા સહિત લાભાર્થીઓ ઉપસસ્થિત રહ્યા હતા

(9:25 pm IST)