Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

વિધાનસભામાં હો - હા દેકારો... 'માફ કરો, માફ કરો'ના સૂત્રોચ્ચાર

ખાનગી શાળાઓમાં ફી માં ઘટાડો કરવાના મામલે વિપક્ષની ભારે ધમાલ : સૂત્રોચ્ચાર સાથે વોકઆઉટ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૨૪ : વિધાનસભામાં આજે બપોરે કોંગ્રેસે ધાંધલ ધમાલ મચાવી હતી. ખાનગી શાળાઓમાં ફી ઘટાડાનો મુદ્દો ઉછળતા વિપક્ષ કોંગ્રેસે ગૃહમાં હો - હા દેકારો કરી મૂકયો હતો. 'માફ કરો, માફ કરો'ના સૂત્રોચ્ચારો સાથે વોકઆઉટ કરી લીધો હતો.

ખાનગી સ્કુલોની ફીમાં ઘટાડો કરવા બાબતે ઈમરાન ખેડાવાલાના ટૂંકી મુદ્દતના પ્રશ્નના ઉત્તરમાં શિક્ષણમંત્રીએ જણાવ્યુ હતું કે ખાનગી શાળાઓ અંગેની ફી બાબતે રાજય સરકાર દ્વારા નામ, ગુજરાત હાઈકોર્ટમાં MCA NO.01.2020 તા.૨૪-૮-૨૦૨૦ના રોજ દાખલ કરેલ. તા. ૧૫-૯-૨૦૨૦ની સ્થિતિએ બાબત ન્યાયાધીન હતી.

વિરોધ પક્ષ દ્વારા આ પ્રશ્ને ગૃહમાં ભારે હો - હા દેકારો કરી 'માફ કરો, માફ કરો'ના ભારે સૂત્રોચ્ચાર કરી વોકઆઉટ કરવામાં આવ્યો.

ખાનગી સ્કુલોની ફી માફ કરવા સખ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને ગૃહમાંથી વોકઆઉટ કરી લીધો હતો.

(4:20 pm IST)
  • આજ ગુરુવારે સેન્સેક્સમાં 1115 પોઈન્ટનો ઘટાડો થતા રોકાણકારોએ એક જ દિવસમાં 3.95 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા : મે મહિના પછીનું સૌથી સૌથી મોટું ગાબડું access_time 6:25 pm IST

  • નોબલ પારિતોષિક માટે હવે પુતીનનું નામ નોમિનેટ થયું: ડોનાલ્ડ ટ્રમ્પ પછી હવે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતીનનું નામ નોબલ શાંતિ પારિતોષિક માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. જોકે ક્રેમલીને જાહેર કર્યું છે કે અમે પુતિનનું નામ નોમિનેટ કરેલ નથી. access_time 12:17 am IST

  • ચાઇના સાથે વધતાં ઘર્ષણ વચ્ચેના સરહદ પર સૈન્યની સરળ હિલચાલ માટે તૈયાર થયા 43 પુલો - રાજનાથ સિંહ ઉદ્ઘાટન કરશે : તમામ પુલો બીઆરઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે : સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ પુલોનું ઉદઘાટન કરશે : આ સાથે રાજનાથસિંહ તવાંગ જતી ટનલનો શિલાન્યાસ પણ કરશે : આ સાથે 3 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી રોહતાંગ (અટલ) ટનલનું ઉદઘાટન કરશે access_time 8:40 am IST