Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

પોલીસ દ્વારા અટક કરાયેલા આરોપીઓને સક્ષમ ન્યાયાલય સમક્ષ રજુ કરતી વખતે રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવવા રાજય પોલીસ વડાનો આદેશ

ગાંધીનગર :ગુજરાત રાજયમાં પોલીસ દ્વારા અટક કરાયેલા આરોપીઓને ન્યાયાલય સમક્ષ રજુ કરતા કે જેલ હવાલે કરતી વખતે આરોપીને COVID-19થી સંક્રમીત છે કેમ તે ચકાસવા સારૂ RTPCR Test કરવામાં આવી રહેલ છે, પરંતુ નામ.ગુજરાત હાઇકોર્ટના Spl. Criminal Application No.4023/2020ના કામે તા.૨૯/૦૮/૨૦૨૦માં સુચવ્યા મુજબ રેપિડ એંટીઝન ટેસ્ટ અંગે વિચારણા કરવા જણાવેલ હતું. વધુમાં Indian council of Medical Research (ICMR)નાCOVID-19 ટેસ્ટીંગ પ્રોટોકોલ તથા તબીબી અભિપ્રાય મુજબ આ ટેસ્ટ માન્ય પણ છે. ઉપરાંત Rapid Antigen Testના પરિણામ આધારે ટેસ્ટ કરનાર તબીબને જરૂરી જણાયે આરોપીના અન્ય ટેસ્ટ પણ કરાવી શકશે અને ટેસ્ટ કરાયેલ કેદી COVID-19પોઝીટીવ આવ્યેથી સારવાર સારૂ હોસ્પિટલ ખાતે રીફર કરવા તથા Asymptomatic કવોરન્ટાઇન કરવા તથા તેની જાણ આરોગ્ય તંત્રને કરવા જણાવેલ છે.

જેથીઅધિક નિયામક,જાહેર આરોગ્યના આ પરિપત્ર અનુસંધાને આશીષ ભાટિયા, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજયના આદેશ અનુસાર રાજયના તમામ શહેર/જીલ્લા તથા તમામ ખાસ એકમોને તેઓ દ્વારા અટક કરવામાં આવેલ આરોપીઓને અટક કરાયાના ૨૪ કલાકની અંદર સક્ષમ ન્યાયાલય સમક્ષ રજુ કરવામાં વિલંબ ન થાય તથા તેઓને સમયમર્યાદામાં સક્ષમ ન્યાયાલય સમક્ષ રજુ કરી શકાય તે સારૂ તેઓના તાબાના તમામ અધિકારી/કર્મચારીઓને જરૂરી સમજ કરી સદર પરિપત્ર મુજબની સુચનાઓનું ચુસ્તપણે પાલન કરાવવા આજરોજ જણાવવામાં આવેલ છે.

(9:34 pm IST)