Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

ડીસાના રાજમંદિર પાસે શ્વાન આડું ઉતરતા એક્ટિવા ચાલક યુવતિને શોર્ટ બ્રેક મારતા પટકાયા બાદ મોત

નાની બહેનને મૂકીને પરત ફરતી વેળાએ રસ્તામાં કૂતરું આડું આવ્યું

ડીસાના રાજ મંદિર પાસે શ્વાન વચ્ચે આવતા એક્ટિવા ચાલક યુવતીએ શોર્ટ બ્રેક મારતા પટકાતા  ગંભીર રીતે ઘવાઈ હતી યુવતીને સારવાર માટે ડીસાની હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં આક્રંદ મચ્યો હતો.

આ અંગેની વિગત મુજબ ડીસાના જૈન નગર સોસાયટી ખાતે રહેતી 21 વર્ષીય કિંજલબેન દિનેશભાઈ ઠક્કર સવારે તેની નાની બહેન ને મુકવા એક્ટિવા પર રાજ મંદિર પાસે આવી હતી. તેની નાની બહેનને રાજમંદિર છોડ્યા બાદ તે પરત ફરતી વખતે રાજમંદિર પાસે આવેલ પુલ પાસેથી પસાર થતા વચ્ચે શ્વાન આવતા તેને શોર્ટ બ્રેક મારી હતી. જેથી યુવતી ગંભીર હદે પટકાઈ હતી. બનાવના પગલે લોકોના ટોળેટોળા ઊમટી પડયા હતા.

ઘાયલ યુવતીને સારવાર માટે ડીસાની ભણસાલી હોસ્પિટલમા ખસેડાઇ હતી. જોકે તેને વધુ સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવારમાં આક્રંદ મચ્યો હતો.

(6:36 pm IST)