Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

સુરત: મોબલીચિંગના વિરોધમાં નીકળેલ રેલીમાં હિંસક પથ્થમારો થતા મામલો બિચક્યો

સુરત:મોબલીંચીંગના વિરોધમાં સુરતમાં વર્સેટાઇલ માઇનોરીટી ફોરમના નેજા હેઠળ નીકળેલી રેલી હિંસક બન્યા બાદ અઠવા પોલીસે નોંધેલા પોલીસ પર પથ્થરમારો-હુમલો કરી હત્યાના પ્રયાસ અને જાહેર પ્રોપર્ટીને નુક્સાનના ગુનામાં બે આરોપી બાદ વધુ ૭ આરોપીએ ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં ક્વોશિંગ પીટીશન કરતા વધુ સુનાવણી તા.૧૮ ઓગષ્ટે રાખવામાં આવી છે.

આ કેસમાં અઠવા પોલીસે સંસ્થાના પ્રમુખ બાબુ પઠાણઅસલમ સાયકલવાલાઈકબાલ ફરામ,સાહિલ સૈયદશબ્બીર ચાહવાલાઈકબાલ ફરામસાજીદ શાહ તથા એડવોકેટ ફિરોઝ પઠાણની ધરપકડ કરી હતી.જ્યારે જેમના ફરિયાદમાં નામ ન હતા તેવા ૪૦થી ૫૦ વ્યક્તિની ધરપકડ કરી હતી. બે આરોપીઓ ફિરોઝ મલેક તથા હાજી ચાંદીવાલાએ પોતાની સામેની ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં ક્વોશિંગ પીટીશન કરી હતી.જેથી હાઈકોર્ટે પ્રાથમિક તબક્કે જ ઈપીકો ૩૦૭ લાગુ પડતી ન હોવાનું જણાવી આરોપીઓની ધરપકડ પર સ્ટે આપી પોલીસને  તેમની સખ્ત પગલા ન ભરવા તથા ચાર્જશીટ રજુ થતાં પહેલા હાઈકોર્ટ સમક્ષ રજુ કરવા નિર્દેશ આપ્યો છે.

(6:02 pm IST)