Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

મિત્રની સ્મશનયાત્રામાં જતા કાકા ભત્રીજાને કાળ ભરખી ગયો :બારડોલીના પલસાણામાં બાઇકને લકઝરી બસે હડફેટે લેતા કાકા-ભત્રીજાએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો

બારડોલી:પલસાણા તાલુકાનાં ચલથાણથી મિત્રના દિકરાની અંતિમ વિધિમાં જવા બાઇક પર નીકળેલા કાકા-ભત્રીજાને ને.હા.નં-૪૮ પર ચલથાણ ગામની સીમમાં જ પાછળથી પુરઝડપે આવેલી લક્ઝરી બસના ચાલકે અડફેટે લેતા બંનેના સ્થળ ઉપર કમકમાટીભર્યા મોત થયા હતા. બાઇકને અડફટમાં લઇ લકઝરી બસનો ચાલક ૪૦ ફૂટ સુધી ખેંચી ગયો હતો. 

ચલથાણ ગામે યોગેશ્વર નગરમાં પ્રદીપ નરસિંગભાઈ રાય (ઉ.વ.૩૯ મૂળ રહે.જમુઆરીથાના, ગૌરવાસપુર, જિ.જોનપુર, ઉત્તર પ્રદેશ) પોતાના મોટાભાઇ ઓમપ્રકાશ સાથે રહેતો હતો. પ્રદીપનો જોળવા ગામે રહેતા મિત્રના દિકરાનું અવસાન થતાં તેની અંતિમવિધિમાં જવા માંટે પોતાના ભાઈની સ્પ્લેન્ડર બાઇક (નં-જીજે-૧૯-એએન-૮૬૬૪) પર ભત્રીજા અંકુ મહાતીમ રાય (ઉ.વ.૨૨) સાથે મંગળવારે સવારે ૫-૩૦ વાગે ઘરેથી નીકળ્યા હતા. 

(6:00 pm IST)