Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનના ૨ કોન્‍સ્‍ટેબલ ગુમઃ પીઆઇ વિરૂદ્ધની કથિત સ્યુસાઇડ નોટ મળતા તપાસનો ધમધમાટ

અમદાવાદ: નવરંગપુરા પોલીસ મથકના બે કોન્સ્ટેબલ ગુમ થવાના મામલે આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે. એક તરફ પરિવારજનો પીઆઇ અને ઉચ્ચ અધિકારીઓ પર આક્ષેપ કરી રહ્યા છે. તો બીજી તરફ તપાસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓના ગુમ થતા પી.આઈ વિરુદ્ધ લખવામાં આવેલી કથિત સ્યુસાઇટ નોટ અને અરજી તથા ગુમ કોન્સ્ટેબલ વિરુદ્ધ થયેલી ખાતાકીય તપાસની અને અરજીઓની તપાસ હાથ ધરી છે.

વર્ષોથી પોલીસ વિભાગમાં મિલ કે લુટો, બાટકે ખાઓની નીતી જોવા મળતી હતી. પરંતુ જ્યારથી અધિકારી અને કર્મચારીઓ પોત પોતાના વહિવટદારો કરતા થયા ત્યાર થી પોલીસ વિભાગના તોડકાંડના ડાકલા ચારે તરફ વાગવા લાગ્યા. તેવો એક તોડ કાંડ નવરંગપુરા પોલીસ મથકે બન્યો છે. જેમા બે કોન્સ્ટેબલોએ 2 લાખનો તોડ કર્યો અને જેની પોલીસ અરજી થતા બન્ને પોલીસ કર્મીઓ સ્યુસાઇડ નોટ લખી ફરાર થઈ ગયા છે. જેથી પરીવાર પોલીસ અધિકારી પર લાંચનો આક્ષેપ કરી રહ્યા છે. અને પોતાના ગુમ થયેલા પુત્રો માટે પોલીસ અધિકારી જવાબદાર હોવાનું પોલીસકર્મના પરિવારજનો જણાવી રહ્યા છે.

પોલીસ કર્મી જીગર સોલંકી અને કૌશલ ભટ્ટના ગુમ થયા બાદ તપાસ અધિકારીએ તેમના ભૂતકાળ વિશે તપાસ કરતા ઘણી હકીકત સામે આવી. કૌશલ ભટ્ટનો ભૂતકાળ પોલીસ તપાસ અને સતત ખરાબ રીપોર્ટ સામે આવ્યા છે જેમા સરદારનગર પોલીસ મથકે અરજીની તપાસમા સોનુ પડાવી લેવુ, ડીસીપી ઝોન 5 સાથે અશોભનીય વર્તન અને વસ્ત્રાપુર પોલીસ મથકમા આંગડીયા પેઢીના માલીક પાસેથી 36 લાખનો તોડ કર્યા હોવાનુ સામે આવ્યુ છે. જેથી પોલીસે તેના ભૂતકાળને ધ્યાને લઈ તપાસ હાથ ધરી છે. તો જીગર સોલંકીની પત્ની પણ હવે લડતમાં જોડાઇ છે. ઉલ્લેખનીય છે કે, તે પણ નારણપુરામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહી છે.

બન્ને પોલીસ કર્મીના ગુમ થયાના 3 દિવસ બાદ પણ કોઈ માહિતી સામે નથી આવી હતી. તો બીજી તરફ બન્ને પોલીસકર્મીના પરિવારજનો પોલીસ પર આક્ષેપ કરી રહ્યા છે. તો બીજી તરફ નવરંગપુરા પોલીસ મથકના પીઆઈ આરટીઆઇ અને અરજીનો જવાબ નથી આપતા. તેવા સંજોગોમાં જો પોલીસ કર્મી પરિવારને ન્યાય કે યોગ્ય જવાબ મળતો હોય તો સામાન્ય નાગરીકોએ લોકો પાસે ન્યાયની અપેક્ષા રાખવી કે કેમ તે એક સવાલ છે.

(5:17 pm IST)