Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

અમદાવાદ જિલ્લામાં ખોટી રીતે જમીન પચાવી પાડી હોવાનું ખુલતા 24 લોકો સામે ફરિયાદ નોંધવા સૂચના

જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા જમીન તકેદારી સમિતિની બેઠક યોજાઈ

અમદાવાદ :જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેના અધ્યક્ષ સ્થાને અમદાવાદ જિલ્લા જમીન તકેદારી સમિતિની યોજાયેલ બેઠકમા જમીન ખોટી રીતે પચાવી પાડવાની પ્રાથમિક તપાસમાં બહાર આવતા 24 સામે એફ.આઇ .આર નોંધવા અમદાવાદ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ સૂચના આપી છે.

  જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં જમીન અંગેની ફરિયાદોની સમીક્ષા કરવામાં આવી હતી.જમીનના ખોટા દસ્તાવેજો સહિત વિવિધ કિસ્સાઓમાં ખોટી રીતે પચાવી પાડવાનું પ્રાથમિક તપાસમાં જણાતા જિલ્લા કલેકટર એ આ સૂચના આપી હતી.

   જિલ્લા તકેદારી સમિતિમાં આજે 65 કેસની સમીક્ષા કરવામાં આવી હતી જેમાંથી 61નો નિકાલ કરવામાં આવ્યો હતો અને ચાર કેસોમાં સમાધાન થયું હતું.
આ બેઠકમાં નિવાસી જીલ્લા કલેકટર  હર્ષદ વોરા,પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:03 pm IST)