Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

નર્મદા ડેમની જળસપાટી વધીને 121,92 મીટરે પહોંચી :ઉપરવાસથી 68 હજાર 23 ક્યૂસેક પાણીની જંગી આવક

250 મેગવોટમાં કેનાલ હેડ પાવર હાઉસના 3 યુનિટ ચાલુ કરાયા

ગુજરાતની જીવાદોરી નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે.ઉપરવાસમાંથી 68 હજાર 23 ક્યૂસેક પાણીની આવક થઈ છે.હાલ ડેમની જળસપાટી 212.96 મીટરે પહોંચી છે.જે ડેમની મહત્તમ સપાટી 121.92ને પાર થઈ છે.છેલ્લા 24 કલાકમાં ડેમમાં 24 સેમી પાણીનો વધારો નોંધાયો છે.

250 મેગવોટમાં કેનાલ હેડ પાવર હાઉસના 3 યુનિટ ચાલુ કરાયા છે.જેથી એવરેજ 104 મેગવોટ વીજ ઉત્પાદન થઈ છે.હાલ ડેમમાં 1,690 મિલિયન ક્યુબીક મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.

ગુજરાતમાં સિંચાઇ માટે મુખ્યકેનાલ માંથી 12,872 ક્યુસેક પાણી છોડવામાં આવી રહયું છે.1200 મેગાવોટનું રિવર બેડ પાવર હાઉસ ડેમની જળ સપાટી 135 મીટર પાર કરશે.ત્યારે શરૂ કરાય તેવી શક્યતા છે.

(10:54 am IST)