Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

સુરતના કામરેજના હત્યાના ગુનામાં પાંચ વર્ષથી નાસતા ફરતા હત્યારાની ક્રાઈમ બ્રાન્ચે ઓરિસ્સાથી કરી ધરપકડ

વર્ષ 2018 માં માત્ર રૂપિયા 2000 ની લેતીદેતી મામલે થયેલ યુવકની હત્યા કેસમાં પાંચ વર્ષથી ફરાર હતો આરોપી

સુરતના કામરેજ વિસ્તારમાં વર્ષ 2018 માં માત્ર રૂપિયા 2000 ની લેતીદેતી મામલે થયેલ યુવકની હત્યા કેસમાં પાંચ વર્ષથી ફરાર આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે ઓરિસ્સા ખાતેથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે  

સુરતના કામરેજ પોલીસ મથકની હદમાં આવેલા પીપોદરા પારડી ગામની સીમમાંથી વર્ષ 2018માં અજાણ્યા યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.  પોલીસ તપાસમાં આ મૃતદેહ વિમલ ગૌંડા નામના યુવકની હોવાનું સામે આવ્યું હતું. યુવકને અજાણ્યા ઇસમો દ્વારા તીક્ષણ હથિયાર વડે માથા, ગળા, છાતી અને પેટના ભાગે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું.

આ હત્યા સંચા મશીનના કારખાનામાં કામ કરતા આરોપી આસારામ ઉર્ફે રીન્કુ સ્વાઈ દ્વારા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. કામરેજ પોલીસ મથક દ્વારા આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ગુનામાં હત્યારાના મિત્ર સન્યાસીની અગાઉ પોલીસે ધરપકડ કરી હતી,  જ્યારે મુખ્ય આરોપી આસારામ સુરત છોડી પોતાના વતન ઓરિસ્સા ખાતે ભાગી છુટ્યો હતો.

 

(1:03 am IST)