Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે અતિ સંવેદનશીલ શાહપુર વિસ્તારમાં પોલીસે કર્યું ફુટ પેટ્રોલિંગ

ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 280 જેટલા પોલીસ કર્મચારીઓ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા

અમદાવાદ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરક્ષાની દૃષ્ટીએ પોલીસે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પોલીસે આજે સંવેદનશીલ ગણાતા એવા શાહપુર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 280 જેટલા પોલીસ કર્મચારીઓ આ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા. એટલે કે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પસાર થાય તે માટે પોલીસે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે  

અમદાવાદ શહેરમાં આગામી અષાઢી બીજે રથયાત્રા નીકળવાની છે ત્યારે જૂનના રોજ ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાશે. રથયાત્રાને લઈને મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જળયાત્રાની આમંત્રણ પત્રિકા છપાઈ ચૂકી છે અને વિતરણ પણ થઈ રહ્યું છે. ખાસ કરીને જળયાત્રામાં આ વર્ષે ભરત ભરેલી છત્રીવાળા ડાન્સનું ગ્રુપ પરફોર્મ કરશે.

જળયાત્રાના મુખ્ય અતિથિ અમદાવાદના શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ હાજર રહેશે. જળયાત્રામાં જગન્નાથ મંદિરથી શોભાયાત્રા રૂપે સાબરમતીના સોમનાથના ભુદરના આરે ગંગા પૂજન કરવામાં આવે છે. 108 કળશમાં જળ ભરીને મંદિરે લાવીને ભગવાનનો અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ ભગવાન મોસાળ જાય છે.

 

(12:07 am IST)