Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

છોટાઉદેપુર જિલ્લાનાં કુટબી ગામે સગીર બાળાનું અપહરણ કર્યા બાદ તેના પર તાંત્રિક વિધિ કરાઇ

ક્વાંટ પોલીસ મથકમા સગીર બાળાની માતાની સમગ્ર પ્રકરણમાં તાંત્રિકોની પણ સંડોવણી હોવાની પોલીસ ફરિયાદથી ચકચાર:15 વર્ષીય સગીરાનું અપહરણ કરી ઇકો કારમાં બેસાડી 6 શખ્શો અન્ય સ્થળે લઇ ગયા જ્યાં યુવતીના શરીરે કંકુ લગાવી પગોમાં નાળિયેર બાંધી તાંત્રિક વિધિ કરાઇ:ભોગ બનનાર બાળાને જૉ કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની અપહરણકારોએ ધમકી આપી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : આદીવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકા મા એક સગીર વયની બાળાનું તેના ઘરેથી અપહરણ કરી અન્ય સ્થળે લઇ જઈ તેના ઉપર તાંત્રિક વિધિ કરી તેના શરીર સાથે શારીરિક અડપલા કરનાર શખ્શો સામે ક્વાંટ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

  મળતી વિગતો અનુસાર શાવરીબેન દેવજીભાઈ ભીલ(રહે, ફુટબી, શાંચ ક્લીયા તા. કવાંટ જીલ્લો છોટાઉદેપુર) નાઓ એ પોલીસ મથકમા ફરિયાદ માં જણાવ્યુ છે કે પોતાની ૧૫ વર્ષ ૦૮ માસની દિકરીને તા. ૨૫/૦૪/ ૨૦૨૩ના રોજ (૧)સંગીતાબેન જગતીયાભાઈ ભીલ (રહે. કોટબી, પટેલ ફળીયા તા. કવાંટ જિલ્લો છોટાઉદેપુર) (૨) વિકેશભાઈ સીનકાભાઈ ભીલ( રહે. કોટી, પટેલ ફળીયા તા. કવાંટ જિલ્લો છોટાઉદેપુર) (૩) દિલીપભાઈ ભીલ જેના પુરા નામની ખબર નથી તે (રહે. સીમલધોડા વસાહત તા.બોડેલી જિ. છોટાઉદેપુર) તથા (૪) બે બાઇક લઇને આવેલ ત્રણ અજાણ્યા માણસો (૫) બે ઈક્કો ગાડી લઈને આવેલ અજાણ્યા માણસો (૬) બે મહારાજ જેમના નામ સરનામાની ખબર નથી તે તમામ નાઓ તેમની દીકરી પોતાના ઘરે એકલી હતી તે વખતે આ તમામ છે આરોપીઓ કોઇ પણ કારણસર પોતાનો ઉદ્દેશ પા૨ પાડવા ગુનાહીત કાવતરૂ રચી અપહરણ કરી લઇ જઇ વિકેશભાઈ મીનકાભાઈ ભીલનાઓની હોન્ડા સાઈન મોટર સાયકલ પર લગ્નમાં જઈ આવીએ છે તેમ કહી મોટર સાયકલ ઉપર બેસી ભોગ બનનારને બાઇક ઉપર બેસાડી કોટબી ગામેથી કલુડી મહુડી ચોકડી થઈ આંધળી ગામે જઇ ત્યાં બે બાઇક લાઇને આવેલ ત્રણ અજાણ્યા માણસો સાથે તણખલા ગામથી આગળ બે ઇકો ગાડી લઈ આવેલ અજાણ્યા માણસોની ઇક્કો ગાડીમાં બેસાડી અજાણ્યા ગામે અજાણ્યા ઘરમાં લઈ જઈ ગેરકાયદેસર રીતે ગોંધી રાખી બે મહારાજ જેમના નામની ખબર નથી તેમને બોલાવી તાંત્રીક વિધી કરાવવા ભોગ બનનાર સગીર વયની બાળાને તાંત્રીક વિધીના બહાને નિર્વસ્ત્ર કરી શરી૨ ઉપર કંકુના ચાંદલા તેમજ ગળામાં દોરો તેમજ બંને પગમાં નારીયળ બાંધી તાંત્રીક વિધી કરી ભોગ બનનારના શરીર સાથે શારીરિક અડપલા કરી ભોગ બનનાર બાળાને પાણી જેવું પ્રવાહી પીવડાવી બેભાન કરી આ બાબત ની કોઈને જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી જેથી ક્વાંટ પોલિસે આરોપીઓ સામે પોકશો સહિતનો અપહરણનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(10:22 pm IST)