Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

આખરે નવસારીના કુરેલ ગામે ૪ વર્ષનો દીપડો પાંજરે પુરાયો:છ મહિનાથી ગ્રામજનો ભયભીત

વનવિભાગ દ્વારા દીપડાનો કબ્જો લઈને કાર્યવાહી હાથ ધરાઈ

નવસારીના કુરેલ ગામેથી આખરે દીપડો પાંજરે પુરાયો છે છેલ્લા ૬ મહિનાથી ગ્રામજનોની ઊંઘ હરામ કરનાર માનવભક્ષી દીપડો નવસારીના કુરેલગામ સવારીએ નીકળતો હતો અને લોકોને ભયભીત કરીને હુમલાઓ પણ કરતો હતો.

જેમાં એક ઈસમને ઇજા પણ પોહચાડી હતી જેને ધ્યાને લઈને વનવિભાગે બે પાંજરાઓ ગોઠવ્યા હતા જેમાં આજે સવારે ૯ વાગ્યાની આસપાસ ૪ વર્ષનો દીપડો પાંજરે પૂરતા ગ્રામવાસીઓએ નિરાંતનો દમ લીધો હતો. વનવિભાગ દ્વારા દીપડાનો કબજો લઈ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

(9:35 pm IST)
  • કોંગ્રેસ સત્તામાં હોય છે ત્યારે આતંકવાદીઓ અને માઓવાદીઓનો આત્મવિશ્વાસ વધે છે :વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકારા પ્રહાર કરતા લોહરદગામાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી માત્ર એક પરિવાર માટે વિચારે છે અને તેના માટે જ સમર્પિત છે :અન્ય તેના માટે માત્ર વોટબેન્ક છે access_time 1:08 am IST

  • આલેલે!!! : ટ્રમ્પના ફોલોઅર ઘટી ગયા!! : શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ફોલોઅર સોશ્યલ મીડિયાના દરેક પ્લેટફોર્મ ઉપર રોકેટ ગતિએ વધી રહ્યા છે ત્યારે શ્રી ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટર ઉપર ફોલોઅર ઘટી જતા ચિંતિત બનેલા ટ્રમ્પે ટ્વીટરના સીઈઓ જેક ડોરસેની મુલાકાત લઈ ચર્ચા કરી હતી access_time 3:59 pm IST

  • રાજકોટમાં આવતીકાલે આકરો તાપઃ ઓરેન્જ એલર્ટ જાહેર કરતા બંછાનીધી પાની : આવતીકાલે શહેરમાં ૪પ ડીગ્રી જેટલુ તાપમાન રહેશે access_time 4:19 pm IST