Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

મહેસાણામાં મહિલા ઉપપ્રમુખને લઈને હોબાળો: પાણી નિયમિત ન આવતા મહિલાઓનો ગુસ્સો સામે આવ્યો

મહેસાણા: શહેરમાં વોટ આપવા આવેલી મહિલાઓએ મહિલા ઉપપ્રમુખને ઘેરી લઈ હોબાળો મચાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી પાણી નિયમીત આવતું ન હોવાથી મહિલાઓનો ગુસ્સો ઉપપ્રમુખ ઉપર ઢોળાયો હતો.

શહેરના પાટીદાર વિસ્તાર એવા રાધનપુર રોડ ઉપર આવેલી સૌરભ સ્કૂલમાં મતદાન કેન્દ્ર આવેલું છે. અહીં સવારથી જ કોંગી ઉમેદવાર એ.જે.પટેલના બહેન અને પાલિકાના ઉપપ્રમુખ પુરીબેન પટેલ બેઠા હતા. જ્યાં અમુક મહિલાઓ બેડા લઈ પહોંચી ગઈ હતી. મહિલાએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી નિયમિત પાણી આવતું નથી. ઉનાળામાં પાણી ન આવે તો અમારી સ્થિતિ કેવી થાય? તે તમે કેમ સમજતા નથી? પહેલા નિયમીત પાણી આપો પછી જ વોટ મળશે તેવું કહેતા હોબાળો મચ્યો હતો. જોકે ઉપપ્રમુખે પાલિકાના સત્તાધિશોને આ બાબતે ફોન કરી ઝડફથી સમસ્યા હલ કરવાની ખાતરી આપી હતી.

(5:55 pm IST)