Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

સુરત અને માણાવદરના ચર્ચાસ્પદ વાયરલ વિડીયો અંગે કેન્દ્રીય ચૂંટણીપંચને તાકીદે રિપોર્ટ મોકલાયો

ભાજપના પ્રધાનના મતક્ષેત્રનો નહિ, જુનાગઢનો વિડીયોઃ એ વિડીયો સુરતનો નહિ પશ્ચિમ બંગાળનોઃ ચૂંટણી પંચના નોડલ ઓફીસર નરસિંમ્હા કોમાર સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા., ૨૪:ગઇકાલે ગુજરાતભરમાં થયેલા લોકસભાના મતદાનમાં ગુજરાતના ઇતિહાસમાં કયારે પણ બન્યું ન હોય તે પ્રકારનો માણાવદર પંથકનો વિડીયો વાયરલ કરવા સાથે પેટા ચૂંટણી લડી રહેલા ગુજરાતના એક પ્રધાનના માણસો હોવાની ચર્ચાએ જોર પકડયું હતું અને બિહારથી ચઢે તેવી ઘટના હોવાની વાતોનો વિડીયો વાયરલ થયો હતો.

ઉકત બાબતે લો એન્ડ ઓર્ડરના આઇજીપી અને ચૂંટણી પંચના નોડલ ઓફીસર નરસિંમ્હા કોમારે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે એ વાયરલ વિડીયો માણાવદર પંથકે ત્યાંથી પેટા ચુંટણી લડતા ગુજરાતના પ્રધાનને કંઇ લાગુ વળગતું નથી.

તેઓએ જણાવેલ કે આ ઘટના જુનાગઢના એક ચોક્કસ વિસ્તાર અને તે વિસ્તારના બુટલેગર સંજય દુલા સોલંકી કિશોર ખાંટ અને અશોક દ્વારા મતદાન કરતા અટકાવ્યાની જાણ સવારે ૭.૩૦ના અરસામાં થતા જુનાગઢ એસપી સૌરભસિંઘ દ્વારા તાકીદે ઘટના સ્થળે પહોંચી આોરપીઓ સામે ગુન્હાઓ દાખલ કરી તેને અટક કરી હતી. મતદાન કોઇ જાતના ભયો કે ડર વગર ત્યાર બાદ આખો દિવસ શાંતીથી ચાલેલ.

નરસિંમ્હા કોમારે વિશેષમાં જણાવેલ કે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના  નામે યુ-ટયુબના માધ્યમથી એક વિડીયો વાયરલ કરાયેલ અને ફેસબુક પર પણ મુકવામાં આવેલ.

ફેસબુક પર જેણે આ વિડીયો મુકેલ તેની સઘન પુછરપછ કરતા આ વિડીયો સાઉથ ગુજરાતનો નહિ પરંતુ પશ્ચિમ બંગાળનો હોવાનું ખુલવા પામેલ. યુ-ટયુબ પરથી ડાઉન લોક કરીઆ વિડીયો દક્ષિણ ગુજરાતનો હોવાનું જણાવવામાં આવેલ. આ વિડીયોમાં મતદાન મથકની અંદર મતદારોને હાથ પકડી-પકડી જબ્બરજસ્તીથી મતદાન કરાવી રહયાનું દર્શાવવામાં આવેલ. આવા વિડીયોથી ગુજરાતનું તંત્ર અને ચૂંટણી પંચ પણ ચોંકી ઉઠેલ અને આ બાબતે તાકીદે તપાસ હાથ ધરતા સત્ય બહાર આવેલ.

(3:39 pm IST)
  • CBIએ ભૂષણ સ્ટીલના ચેરમેન સંજય સિંઘલ અને તેમના પત્ની આરતી સિંઘલ સામે દેશના દરેક એરપોર્ટ પર લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું છે : CBIને સંદેહ છે તેઓ બન્ને દેશ છોડીને ભાગી જવાની પેરવીમાં છે. access_time 9:20 pm IST

  • વડાપ્રધાનને મારા પરિવારના નામનો ઉન્માદ થયો છેઃ પ્રિયંકા : તેઓ માત્ર મારા પરિવાર વિશે બોલે છેઃ કોંગ્રેસ મહામંત્રીના ચાબખા access_time 3:58 pm IST

  • મોદી વિરોધી મતોનું રાહુલ ગાંધી વિભાજન કરે છે: કેજરીવાલ: કેજરીવાલે પણ કહયું કે દિલ્હીમાં આપ-કોંગી રહયો નથીઃ રાહુલ ગાંધી ગઠબંધન ઇચ્છતા નથી access_time 4:00 pm IST