Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

કોંગ્રેસનો સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ રાયબરેલીમાં : સોનિયા ગાંધીના મતક્ષેત્રમાં પ્રચાર :સભા સંબોધશે

ગુજરાતમાં સભાઓ ગજાવ્યાં બાદ હાર્દિક પટેલ ઉત્તરપ્રદેશમાં પ્રચાર કરશે

અમદાવાદ ;પાસના નેતા અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલગુજરાતમાં મોટાપાયે સભાઓ ગજાવ્યાં બાદ હવે  યુપીના પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકોમાં પ્રચાર કરશે.

    હાર્દિક પટેલ આજે રાયબરેલીમાં સોનિયા ગાંધીના મતક્ષેત્રમાં પ્રચાર કરશે. અગાઉ કોંગ્રેસે જાહેર કર્યુ હતું કે હાર્દિક તેમના સ્ટાર પ્રચારક તરીકે સભા સંબોધશે.

  એક તબક્કે ગુજરાતની જામનગર બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા હાર્દિક પટેલ કાયદાકીય ગુંચના કારણે ચૂંટણી લડી શક્યા ન હોવાથી બાદમાં સંગઠનના પ્રચાર માટે નીકળી ગયા હતા.

    અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિકે કાયદાકીય ગુંચને ભાજપની ચાલ બતાવીને અવારનવાર કહ્યું હતું કે તેમને ભાજપે ચૂંટણી લડતા અટકાવ્યા અને તેથી તે હવે સમગ્ર દેશમાં ફરીને ભાજપની વિરુદ્ધ પ્રચાર કરશે.

 હાર્દિકના આ પ્રચારથી કોંગ્રેસને કેટલો ફાયદો થશે અને ભાજપને કેટલું નુકસાન થશે તે તો ચૂંટણીના પરિણામો બાદ જ જાણી શકાશે પરંતુ હાલમાં ગુજરાતથી નીકળી અને હાર્દિક રાષ્ટ્રીય રાજનીતિ તરફ ડગ ભરી રહ્યાં હોય તેવું જણાઈ રહ્યું છે

(1:35 pm IST)
  • રાજકોટમાં આવતીકાલે આકરો તાપઃ ઓરેન્જ એલર્ટ જાહેર કરતા બંછાનીધી પાની : આવતીકાલે શહેરમાં ૪પ ડીગ્રી જેટલુ તાપમાન રહેશે access_time 4:19 pm IST

  • પ.બં.ના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર બનાવેલ ફિલ્મ ભગીનીનું ટ્રેઇલર બતાવવા સામે ચુંટણીપંચે પ્રતિબંધ લાદયા access_time 3:42 pm IST

  • શ્રીલંકાને ધણધણાવવા ૯ સુસાઈડ બોમ્બરોનો ઉપયોગ થયેલ..: શ્રીલંકામાં અનેક વિસ્ફોટોની હારમાળા સર્જી સેંકડોના જીવ હરી લેવાના કાળમુખા બનાવમાં ૯ સુસાઈડ બોમ્બરોનો ઉપયોગ થયો હતો : જેમાંથી ૮ને ઓળખી લેવાયાનું અને ૬૦ની ધરપકડ થયાનુ જાહેર થયુ છે : આ તમામ લોકો શ્રીલંકન નાગરીકો છે access_time 4:00 pm IST