Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ચૂંટણીપંચને દિવસભરમાં 43 ફરિયાદો મળી :સૌથી વધુ અમદાવાદમાં 11 ફરિયાદ

 

રાજયમાં 26 લોકસભા બેઠકની ચૂંટણી માટેના મતદાનની તમામ પ્રકિયા પૂર્ણ થયા બાદ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.મુરલી ક્રિષ્નાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં ચૂંટણી અધિકારીએ રાજ્યમાં 62.36 ટકા જેટલું સરેરાશ મતદાન થયું હોવાની માહિતી આપી હતી. જેમાં હજુ થોડો ફેરફાર થઇ શકે છે. સાથે દિવસ દરમિયાન કુલ 43 જેટલી ફરિયાદો મળી હોવાની ચૂંટણી અધિકારીએ વિગતો જણાવી હતી. જેમાં અમદાવાદમાં સૌથી વધારે 11 ફરિયાદો મળી છે.

(12:11 am IST)
  • રાજકોટમાં આવતીકાલે આકરો તાપઃ ઓરેન્જ એલર્ટ જાહેર કરતા બંછાનીધી પાની : આવતીકાલે શહેરમાં ૪પ ડીગ્રી જેટલુ તાપમાન રહેશે access_time 4:19 pm IST

  • મોદી બાયોપીકમાં વિપક્ષોને ખુબ નબળા ચિતરવામાં આવ્યા: ચુંટણીપંચે ૧૯મે સુધી આ ફિલ્મ ઉપર પ્રતિબંધની માંગણી કરી :ચુંટણીપંચે સુપ્રિમકોર્ટમાં રીપોર્ટ આવ્યો છે કે છેલ્લા તબકકાના મતદાન એટલે કે ૧૯ મેં સુધી મોદી બાયોપીક ઉપર પ્રતિબંધ ઇચ્છે છે, આ ફિલ્મ એક નેતાની જીવન કથની છેઃ આ ફિલ્મમાં રાજકીય પ્રતિનિધિઓનો પ્રશસ્તિ કરવામાં આવી છે. ચુંટણી પંચના રીપોર્ટમાં જણાવાયું છે કે બાયોપીકમાં વિરોધ પક્ષોને ખુબ જ નબળા ચિતરવામાં આવ્યા છે અને તેમની સામેના વ્યકિત ઉપર વધુ ઢળતા દેખા ડાયા છે access_time 3:59 pm IST

  • પ.બં.ના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર બનાવેલ ફિલ્મ ભગીનીનું ટ્રેઇલર બતાવવા સામે ચુંટણીપંચે પ્રતિબંધ લાદયા access_time 3:42 pm IST