Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ઉત્તર ગુજરાતનાં સરેરાશ 60 ટકા મતદાન :ગ્રામ્ય મતદારોમાં ઉત્સાહ:શહેરી મતદાતા ઉદાસીન રહ્યાં

અમદાવાદમાં સૌથી ઓછું :સાબરકાંઠામાં સૌથી વધુ મતદાન

અમદાવાદ :રાજ્યમાં આજે થયેલ લોકસભા ચૂંટણી માટેના મતદાનમાં મધ્ય ગુજરાતની સાત લોકસભા બેઠકો પૈકી ગાંધીનગરમાં 64.96 ટકા, મહેસાણામાં 61.74 ટકા મતદાન નોંધાયું હતું. તેમજ પાટણમાં 61.23 ટકા પોલીંગ થયું હતું. આ સિવાય સાબરકાંઠામાં 66.01 ટકા તેમજ બનાસકાંઠામાં 64.08 ટકા મતદાન નોંધાયું હતું.

  રાજ્યનાં સૌથી મોટા શહેર ગણાતા અમદાવાદ શહેરની બે લોકસભા બેઠકો અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકો પર અનુક્રમે 59.48 અને 57.77 ટકા મતદાન થયું હતું. સામાન્ય રીતે જોવા જઇએ તો શહેરી મતદાનો મતદાન પ્રત્યે ઉદાસીન જોવા મળ્યા હોય તેવું લાગ્યું હતું.

(10:48 pm IST)