Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

નરોડા પાટિયા કેસમાંથી નિર્દોષ છૂટેલા ડો,માયાબેન ફરીથી શરૂ કરશે ગાયનેકોલોજિસ્ટ તરીકેની પ્રેક્ટિસ

પતિ ડૉ. સુરેંદ્ર કોડનાની અને અન્ય પરિવારજનોના સહકારથી જ 10 વર્ષ સુધી કષ્ટ સહન કરી શકી

ગાંધીનગર:નરોડા પાટિયા કેસમાંથી ગુજરાત હાઈકોર્ટે નિર્દોષ જાહેર કરેલા ભાજપના પૂર્વ મંત્રી ડૉક્ટર માયાબેન કોડનાનીએ કહ્યું કે, યનેકોલોજિસ્ટ તરીકેની પ્રેક્ટિસ તેઓ જલ્દી જ ફરીથી શરૂ કરશે. ચુકાદાને સત્યનો વિજય ગણાવતાં માયાબેને કહ્યું કે, છેલ્લા થોડા વર્ષોમાં તેમણે વેઠેલી યાતનાઓ અને ખરાબ અનુભવોને તે હવે યાદ કરવા માંગતા નથી

   માયાબેને કહ્યું કે, આ સમગ્ર ઘટનાક્રમ પરથી હું એ શીખી છું કે હંમેશા વર્તમાનમાં જીવો. ભૂતકાળની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. હું મારા વર્તમાનમાં ખુશ છું અને ટૂંક જ સમયમાં ડૉક્ટર તરીકેની મારી પ્રેક્ટિસ ફરીથી શરૂ કરીશ. જ્યારે સક્રિય રાજકારણમાં પાછા ફરવા અંગે કોડનાનીએ કહ્યું કે, તે હંમેશા ભાજપના વફાદાર કાર્યકર રહ્યા છે.

   માયાબેને કહ્યું કે, “હજુ ચુકાદો આવ્યાને 3-4 દિવસ જ થયા છે. હું અત્યારે મુસીબતમાં મારી પડખે રહેલા લોકોને મળીને તેમનો આભાર વ્યક્ત કરી રહી છું. હું થોડા મંદિરોમાં પણ જઈ આવી છું. મારું રૂટિન કામ ફરી શરૂ કરું તે પહેલા હું થોડો આરામ કરવા માંગું છું, એટલે હાલ તો મેં સક્રિય રાજકારણમાં આવવા અંગે કંઈ વિચાર્યું નથી.” મહત્વનું છે કે નરોડા પાટિયા કેસમાં માયાબેનને ફાસ્ટ્રેક કોર્ટે 28 વર્ષની જેલની સજા ફટકારી હતી.

   માયાબેને કહ્યું કે, મારા પતિ ડૉ. સુરેંદ્ર કોડનાની અને અન્ય પરિવારજનોના સહકારથી જ 10 વર્ષ સુધી હું આ કષ્ટ સહન કરી શકી છું. મારા પતિ દરેક મુશ્કેલ ઘડીએ મારી સાથે રહ્યા. મારો પરિવાર આ વર્ષો દરમિયાન મારી પડખે રહ્યો. આ કસોટીના સમયના હું આ લોકોના કારણે જ જીવી શકી. માયાબેનના પતિનું દવાખાનું નરોડા પાટિયાથી 1 કિલોમીટરના અંતરે સેજપુર ટાવરમાં જ આવેલું છે.

   માયાબેને કહ્યું કે, “મારા ખરાબ સમય માટે કોઈ જવાબદાર નથી. ભાજપના ઘણાં નેતાઓ અને કાર્યકરોએ મને મળીને અથવા તો ફોન પર શુભેચ્છાઓ આપી છે.” પાર્ટીમાં પોતાના સ્થાન અંગે તેમણે કહ્યું કે, હું ભાજપની કાર્યકર છું. ભાજપનો કાર્યકર કદી સક્રિય કે નિષ્ક્રિય નથી હોતો. મને પક્ષ તરફથી સોંપાયેલા દરેક કામને મેં નિષ્ઠાપૂર્વક પૂરું કર્યું છે. હું ભવિષ્યમાં પણ આમ કરતી રહીશ

 

(3:42 pm IST)
  • અહો આશ્ચર્યમ ;ડોનાલ્ડ ટ્રમ્પએ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગની કર્યા વખાણ :ટ્રમ્પએ કહ્યું કિમ અત્યંત આદરણીય વ્યક્તિ છે ;તેઓ બન્ને વચ્ચે વહેલીતકે બેઠક યોજાશે.:અમેરિકા કિમ જોંગની ક્રૂરતા અને છેતરપિંડી માટે લાંબા સમય માટે ટીકા કરી રહ્યું છે,તેવામાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પએ ઉત્તર કોરિયાના નેતાની પ્રશંસા કરતા આશ્ચર્ય ફેલાયું છે access_time 1:29 am IST

  • કેનેડાના ટોરોન્ટોમાં પગપાળા જતા લોકોને વાને હડફેટે લેતા 10 લોકો ઘાયલ : આ અકસ્માત ફિન્ચ એવન્યુની યૉંગ સ્ટેટમાં થયો હતો: આ ઘટનામાં ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે: અકસ્માતને બપોરે 1:30 વાગ્યે થયો હતો : સ્થાનિક પોલીસએ અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલા લોકોની પુષ્ટિ કરી નથી. access_time 1:19 am IST

  • IPL 2018 : લો સ્કોરિંગ મેચમાં પંજાબનો દિલ્હી સામે ચાર રને વિજય : દિલ્હીની સતત પાંચમી હાર, પંજાબની સતત ચોથી જીત : શ્રેયસ ઐય્યરના 57 રન દિલ્હીને જીતાડી શક્યા નહીં : પંજાબે છેલ્લા બોલે દિલ્હીને 4 રને હરાવ્યું access_time 11:45 pm IST