Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

એસ્સાર પાવર કંપની પાસેથી 149.09 કરોડની વસુલાત કરાઈ::37.83 કરોડ વ્યાજ પેટે વસૂલ

દંડની રકમ વ્યાજ સહિત 36 હપ્તામાં વસૂલ કરવાનો નિર્ણય કરાયો છે

અમદાવાદ : ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. સાથે થયેલા વીજ ખરીદ કરારની શરતો મુજબ પાવર સપ્લાય કરવા માટે એસ્સાર પાવર ગુજરાત લી. પાસેથી પેનલ્ટી પેટે નાણાંકીય વર્ષ 2017-18 માટે 68.11 કરોડ તથા તેના પર લાગુ પડતાં લેટ પેમેન્ટ સરચાર્જ પેટે 8.53 કરોડ અને નાણાંકીય વર્ષ 2018-19 માટે રૂપિયા 134.17 કરોડ અને નાણાંકીય વર્ષ 2019-20 માચે 24.58 કરોડ રકમ વસૂલવાની થાય છે. એસ્સાર પાવર ગુજરાત લી.ની રજૂઆત અને વિનંતીને ધ્યાનમાં રાખીને દંડની રકમ વ્યાજ સહિત 36 હપ્તામાં વસૂલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું રાજયના ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે

ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમ માડમ તરફથી પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઉર્જા મંત્રીએ વધુમાં જણાવ્યું છે કે, કંપની પાસેથી વિલંબિત ચુકવણી ચાર્જીસ ( લેટ પેમેન્ટ સરચાર્જ ) વસલ કરવામાં આવનાર છે. તા.31-12-20ની સ્થિતિએ ગુજરાત ઉર્જા નિગમ લી. દ્વારા કુલ 149.09 કરોડની રકમ વસૂલાત કરવામાં આવી છે. જેમાં રૂ. 37.83 કરોડ વ્યાજ પેટે વસૂલવામાં આવ્યા છે.

 

(12:10 am IST)