Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

હરાજી બંધ કરાતા ખેડૂતો રોષે ભરાયા, ફરીવાર હરાજી શરૂ

વિરમગામ તાલુકાના ડુમાણા રોડ પરની ઘટના :ઘઉંના પાકની હરાજી થતા યોગ્ય ભાવ ના મળતા ખેડૂતોએ ડુમાણા રોડ પર જ ટ્રેક્ટર સાથે જોરદાર હોબાળો મચાવ્યો

અમદાવાદ, તા. ૨૪ : ડુમાણા રોડ પરની જગ્યાએ વેપારીઓએ હરાજી બંઘ કરતા ખેડુતોએ ટ્રેક્ટરો સાથે એપીએમસી માર્કેટ યાર્ડ બહાર ટ્રેક્ટરો ખડકી દીધા હતા

ખેડુતોમાં રોષને જોઇ વિરમગામ એપીએમસી માર્કેટયાર્ડ ના વેપારીઓએ ફરીવાર ડુમાણા રોડ પર જ હરાજી શરૂ કરી હતી.

વિરમગામ તાલુકાના ડુમાણા ખાતે આવેલા એપીએમસીની જગ્યાએ આજ રોજ વહેલી સવારથી આવેલા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો ઘઉંના પાકની હરાજી થતા યોગ્ય ભાવ ના મળતા ખેડૂતોએ ડુમાણા રોડ પર જ મોટી સંખ્યામાં ટ્રેક્ટર સાથે હોબાળો મચાવ્યો હતો ઉલ્લેખનીય છે કે અન્ય એપીએમસી દ્વારા ટેકાના ભાવ વિરમગામ એપીએમસી ખાતે ન મળતા હોવાની આક્ષેપો સાથે વેપારી દ્વારા રોડ પર હરાજી સદંતર બંધ કરી દેવામાં આવતા ખેડૂતોએ સૂત્રોચાર કરાયા હતા ખેડૂતોના રોષને લઈને તાત્કાલિક એપીએમસીના વહીવટી તંત્રે વેપારીઓને ડુમાણા ખાતે મોકલીને હરાજી પુનઃ શરૂ કરવામાં આવી હતી વિરમગામ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવે એવી ખેડૂતો આશા રાખી રહ્યા છે સરકારે ઘઉંના ટેકાના ભાવ ૩૯૫ નક્કી કરેલ છે ઘઉંના ટેકાના ભાવની ખરીદીના થતા અને દાતા મુશ્કેલીમાં મુકાયા અનદાતા ને નથી મળી રહ્યા ભાવ.

(9:21 pm IST)