Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

વલસાડ નજીકથી રૂ. 15.66 લાખનો દારૂ ઝડપી પાડતી એલસીબી

વલસાડમાં ધૂળેટી પહેલાં દારૂ અટકાવવા ડીએસપી રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગ દર્શન હેઠળ એલસીબી પીઆઇ જે. એન. ગોસ્વામીની આગેવાનીમાં પીએસઆઇ પનારા, એએસઆઇ રૂપસિંગ નંદરીયા, કોન્સ્ટેબલ રીતેશ, હરદેવસિંહએ દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડમાં હાઇવે પર દારૂની હેરાફેરી રોકવા એલસીબીએ હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન બાતમીના પગલે એક ટ્રકને પકડી તેમાંથી ઇલેક્ટ્રીક ફેનની આડમાં છૂપાવેલો અધધ કહી શકાય એટલો રૂ. 15.66 લાખનો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. વલસાડમાં ધૂળેટી પહેલાં દારૂ અટકાવવા ડીએસપી રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ જે. એન. ગોસ્વામીની આગેવાનીમાં પીએસઆઇ પનારા, એએસઆઇ રૂપસિંગ નંદરિયા, કોન્સ્ટેબલ રીતેશ, હરદેવસિંહએ હાઇવે પર પારડી શ્રીનાથ હોટેલ પાસે નાકાબંધી હાથ ધરી હતી. જેમાં તેમણે બાતમીના પગલે વાપી તફથી આવતી એક ટ્રકમાંથી ઇલેક્ટ્રીક ફેનની આડમાં લઇ જવાતી દારૂની 15,900 બોટલો કિં. રૂ. 15.66 લાખની પકડી પાડી હતી. આ સાથે તેમણે ટ્રક ચાલક ચન્દ્રકેશ ખુશહાલ યાદવ રહે. ડુંગરા વાપીની પણ ધરપકડ કરી હતી. તેમજ રૂ. 81 હજારના ઇલેક્ટ્રીક ફેન પણ કબજે લીધા હતા

(9:18 pm IST)