Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

જીલ્લા પંચાયત અમદાવાદ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

વિરમગામના કુમરખાણ અને કમીજલા ખાતે માસ્ક સેલ્ફી કેમ્પેઇન દ્વારા ટીબી અંગે જનજાગૃતિ કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વડાપ્રધાન મોદી ભારત દેશમાંથી વર્ષ ૨૦૨૫ સુધીમાં ટીબી નાબુદ કરવાનો મહત્વકાંક્ષી લક્ષ્ય સાથે ટીબી મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરેલ છે. જે અંતર્ગત ૨૪ મી માર્ચ ૨૦૨૧ના રોજ “વિશ્વ ટીબી દિવસ" ઉજવણીના ભાગ રૂપે માસ્ક સેલ્ફી કેપેઇન યોજવા ભારત સરકારના સેન્ટ્રલ ટીબી ડીવીઝન દ્વારા સૂચન થઇ આવેલ હતી. તેમજ આ વર્ષના સુત્ર  “ટીબી હારેગા દેશ જીતેગા” “ટીબી મુક્ત ભારત" ની પરિકલ્પનાને સાકાર કરવા અને જન આંદોલનના ભાગરુપે હાલની કોવીડ-૧૯ પરિસ્થિતી ને ધ્યાનમાં રાખી જીલ્લા પંચાયત અમદાવાદ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ રમેશ મકવાણા, જીલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શૈલેશ પરમાર, જીલ્લા ક્ષય અધિકારી ડૉ.દિક્ષીત કાપડીયા સહિત જીલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તેમજ આરોગ્ય ટીમ કુલ મળીને ૭૦ થી પણ વધુ લોકો ઉપલબ્ધ રહ્યા હતા. આરોગ્ય ક્ષેત્રે ટીબી પ્રોગ્રામમાં સારી કામગીરી કરવા બદલ તમામ મોમેન્ટ આપવામાં આવ્યા અને સર્વ રોગ નિદાન કેમ્પ દ્વારા તમામનું બોડી પ્રોફાઇલ અને આઈ ચેકઅપ કરવામાં આવ્યુ હતુ.
  વિરમગામ તાલુકાના પ્રાથણિક આરોગ્ય કેન્દ્ર કુમરખાણ અને પેટા આરોગ્ય કેન્દ્ર કમીજલા ખાતે તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા માસ્ક સેલ્ફી કેમ્પેઇન દ્વારા ટીબી અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી. ઉપસ્થિત લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ હતુ અને ટીબીથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, મેડીકલ ઓફિસર ડો.રાકેશ ભાવસાર, ટીબી સુપરવાઇઝર પ્રકાશ પટેલ સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(8:20 pm IST)