Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામ નજીક સાબરમતી નદીના પટમાં ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદથી વન વિભાગના દરોડા:14 શખ્સોની અટકાયત કરવામાં આવી

પ્રાંતિજ:તાલુકાના વાઘપુર ગામ પાસેની સાબરમતી નદીના  પટમાં બેરોકટોક ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેના પગલે આજે ખાણ ખનિજ વિભાગ અને પોલીસ તંત્રને વાઘપુર પાસેની નદીના પટ્ટામાં દરોડા પાડયા હતા અને ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપી પાડયુ હતું.

 આ ઉપરાંત દરોડાના પગલે ખનીજ વહન કરતા ટ્રેકટર ચાલકોમાં નાસભાગ મચી ગઇ હતી. ટ્રેકટર ચાલકો સહિતે શખ્સોએ પોલીસ સાથે ઝપાઝપી કરીને હુમલો કર્યો હતો આ મામલે પોલીસે ટ્રેકટર ચાલકો સહિત ૨૨ સામે ફરિયાદ નોંધી છે અને ૧૪ શખ્સોની અટકાયત કરી છે.

 પ્રાંતિજ તાલુકાના ગલતેશ્વર,ઓરાણ,સાંપડ,અને વાઘપુર ગામ સાબરમતી નદીના કીનારે આવેલા છે અને આ દરેક જગ્યાએ ખાનખનીજ માફિયાઓ દ્વારા બેફામ રીતે રાત -દિવસ ગેરકાયદે ખનીજની ચોરી થાય છે જેના કારણે આ નદીપટના વિસ્તારમાં જે ખેડૂતોની જમીન આવેલી છે તેને પણ મોટુ નુકસન થાય છે આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરતું હતું.

(5:30 pm IST)