Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

૨૯૩૧૨ ખેડૂતોએ સરકારને ચણા વેચ્યાઃ ઘઉં વેચવા માત્ર ૧૮૨ ખેડૂતો જ આવ્યા

રાજકોટ, તા. ૨૪ :. રાજ્ય સરકારના નાગરિક પુરવઠા નિગમ દ્વારા ઘઉં, ચણા, તુવેર, રાયડો વગેરેની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે. ઘઉંના વેચાણમાં ખેડૂતોએ નબળ ો પ્રતિસાદ આપ્યો છે. ચણા માટે ઉત્સાહવર્ધક પ્રતિભાવ મળી રહ્યો છે. સરકાર રૂ. ૧૯૭૫ના કવીન્ટલ લેખે અને ચણા ૧૦૨૦ના મણ લેખે ખરીદી રહી છે.

ચણા વેચવા માટે ૩,૮૧,૯૨૪ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવેલ. નિયત સમયે ચણા લઈને આવવા માટે ૫૩૮૦૧ ખેડૂતોને મેસેજ મોકલાયેલ. જેમાથી આજ સુધીમાં ૨૯૩૧૨ ખેડૂતો ચણા વેચવા આવ્યા છે. ૧૮૮ કેન્દ્રો પર ખરીદી ચાલુ છે.

ઘઉં માટે ૫૮૫૪૫ ખેડૂતોએ નોંધણી કરાવેલ. ૨૨૨૮ ખેડૂતોેને ઘઉં વેચવા આવવા માટે એસ.એમ.એસ. કરાયેલ જેમાથી આજ સુધીમાં માત્ર ૧૮૨ ખેડૂતો જ ઘઉં વેચવા આવ્યા છે. ઘઉંની ખરીદી ધીમી ગતિએ ચાલી રહી છે.

(4:17 pm IST)