Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

વાહન અકસ્માતો રોકવા શ્રેણીબદ્ધ પગલા : પ૦ હજારની મર્યાદામાં પ્રારંભિક સારવાર મફત

લગ્ન માટે એસ.ટી.ની બસ રાહતદરે : માર્ગ સલામતી માટેના કાર્યક્રમો

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ર૪ :  રાજયમાં થતા વાહન અકસ્માતથી  થતા મૃત્યુ અંગેના પ્રશ્નના ઉતરમાં વાહન-વ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા વર્ષમાં માર્ગ અકસ્માતથી થતા મૃત્યુમાં ઘટાડો કરવા શ્રેણીબધ્ધ પગલા લીધા છે. તેની વિગતો આ મુજબ છે.

વાહન વ્યવહાર મંત્રીએ જણાવેલ કે ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતી માટે સામાન્ય જનતાને જોડતા જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે. રાજયભરમાં શહેર/જિલ્લા ખાતે ટ્રાફિક નિયમોના ચુસ્ત અમલીકરણ માટે સઘન ટ્રાફિક ઝુંબેશ રાખવામાં આવે છે.

પ્રાણઘાતક અકસ્માતનોના કિસ્સામાં શહેર/જિલ્લા ખાતે આર.ટી.ઓ. પોલીસ તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની સંયુકત ટીમ અકસ્માત સ્થળની મુલાકાત કરીને આવા બનાવો બનવા નિવારવા માટે પોતાની ભલામણો/ સૂચનો કરે છે.

જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરશ્રી, શહેરમાં પોલીસ કમિશ્નરશ્રીના અધ્યક્ષપદે જિલ્લા રોડ સેફટી કમિટી, સીટી રોડ સેફટી કમિટીની નિયમિત બેઠક યોજાય છે.

રાજયકક્ષાએ વાહન વ્યવહાર મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સ્ટેટ રોડ સેફટી કાઉન્સીલની બેઠકો દર છ માસે નિયમિત રીતે યોજવામાં આવે છે.

અકસ્માતમાં સમયે તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુસર ૧૦૮ની સેવાઓ વિસ્તારમાં આવેલ છે. તમામ જિલ્લા કક્ષાએ ટ્રોમા સેન્ટરની સવલત પણ ઉપલબ્ધ થઇ શકે તે દિશામાં કાર્યવાહી હાથ ધરાઇ રહી છે.

માર્ગ અકસ્માતમાં ભોગ બનનાર નાણાના અભાવે તાત્કાલિક સારવારથી વંચિત ન રહે તે માટે રાજય સરકાર રાજય સરકાર દ્વારા ઇજા પામેલને વ્યકિતદીઠ અકસ્માતના પ્રથમ ૪૮ કલાક માટે રૂ. પ૦,૦૦૦ ની મર્યાદામાં સારવારનો ખર્ચ સીધેસીધો હોસ્પિટલોને ચુકવવાની જોગવાઇ કરેલ છે.

લગ્નસરામાં ટ્રક જેવા માલવાહક વાહનોમાં જાનૈયાઓનું અસલામત પરીવહન રોકવા માટે મુખ્યમંત્રીશ્રીની સીધી સુચનાથી ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમની સુંદર-સુશોભન કરેલ બસો નજીવા ભાડાથી આપવામાં આવે છે.

(3:24 pm IST)