Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

હોળી ધૂળેટીના પર્વ નિમિતે શ્રમિકો વતન જવા રવાના : ST સ્ટેન્ડે કોવિડ નિયમોના ધજાગરા

પંચમહાલ, ગોધરા, દાહોદ જવા લોકોનો ધસારો: ST દ્વારા 100 બસોનો કરાયો વધારો : બસમાં બેસવા માટે પેસેન્જરોની ભારે ભીડ

રાજ્યમાં સૌથી વધુ કોરોનાનાં કેસ અમદાવાદમાં નોંધાઇ રહ્યા છે. ત્યારે શહેરનાં ગીતા એસટી સ્ટેન્ડ પર કોવિડ નિયમોનાં સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે આ હોળી-ધૂળેટીનાં પર્વ નિમિત્તે શ્રમિકો પોતાના ઘરે જવા રવાના થઇ રહ્યા છે. પરંતુ  કોવિડ નિયમોનાં ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે.

  આ મહિનાનાં રવિવારે એટલે કે 28 તારીખનાં રોજ હોળીનો તહેવાર છે, જેને ધામધૂમથી અને ઉત્સાહ સાથે મનાવવા શ્રમિકો તેમના ઘરે પંચમહાલ, ગોધરા અને દાહોદ જવા માટે નિકળી ચુક્યા છે. જો કે એસટી વિભાગ દ્વારા આ તહેવારનેે ધ્યાનમાં રાખતા 100 બસોનો વધારો કરી દેવામાં આવ્યો છે. પરંતુ બસોની સંખ્યામાં કરાયેલા વધારા બાદ પણ તેમા બેસવા માટે પેસેન્જરોની ભારે ભીડે એક ડરનો માહોલ બનાવી દીધો છે.

  કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે, ત્યારે ખાસ સરકાર દ્વારા નાગરિકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાની સૂચનાઓ આપવામા આવી છે, પરંતુ તેનાથી વિપરીત આ બસોમાં જોવા મળી રહ્યુ છે.

(11:39 am IST)