Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

સાગબારા પો.સ્ટે.નો પ્રોહી.ગુનામાં નાસતા ફરતા આરોપીને સુરતથી ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક  હિમકરસિંહના માર્ગદર્શન મુજબ જીલ્લાના નાસતા -ફરતા આરોપીઓને પકડવા સારૂ પરિણામલક્ષી કામગીરી કરવા સુચના મળતા એ.એમ.પટેલ , પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.એ જીલ્લાના ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓની  ટેકનીકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારથી બાતમી મેળવી સાગબારા પો.સ્ટે . વિસ્તારના ગુનાના કામના નાસતા ફરતા આરોપી ગોપાલભાઇ ગીરધરલાલ માલી રહે.પોપડા,તા.ચોર્યાસી જી.સુરતનાનો સાગબારા પો.સ્ટે . માં પ્રોહી.ના કામે છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હોય જેને સુરત ખાતેથી ગુનાના કામે ઝડપી સાગબારા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.

(11:02 pm IST)