Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કાછીયાવાડ વાડીમાં કોવિડ વેક્સિન કાર્યક્રમ રખાયો : 341 લોકોએ લાભ લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ રાજપીપળા શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટરની ટીમો સતત કોરોના વિરોધી રસીના કાર્યક્રમો કરી પી.એમ.મોદીજીના દેશને કોરોના મુક્ત કરવાના અભિયાન માટે સતત મહેનત કરતી જોવા મળે છે.
રાજપીપળા કાછીયાવાડની વાડી ખાતે રાજપીપળા અર્બન ટીમે કોરોના વેક્સિનનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં કુલ 341 લોકો એ આ વેક્સિન મુકાવી હતી એમાં કોઈને આડ અસર થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું.આમ એક બાદ એક અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ દ્વારા બ્લોક હેલ્થ અધકારી ડો.સુમનના માર્ગદર્શન મુજબ સતત સફળ કામગીરી ચાલી રહી છે જે આવનારા દિવસોમાં લોકો માટે લાભદાઇ સાબિત થશે.

(10:47 pm IST)