Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

વિવિધ રાજ્યોમાં છેતરપીંડી કરનાર ઇસમ અંતે ઝડપાયો

અલગ અલગ કામો કરાવવાની લાલચ આપી : નોકરી અપાવવા, જમીન અને ટેંડરને લગતા કામો કરાવી આપવાને બહાને વિવિધ રાજ્યોમાં છેતરપીંડી કરતો હતો

અમદાવાદ,તા. ૨૪ : સરકારી કચેરીઓમાં અલગ અલગ કામો કરાવવા, નોકરી અપાવવા, જમીન અને ટેન્ડરોને લગતા કામો કરાવી આપવાને બહાને જુદા જુદા રાજ્યોમાં લોકો સાથે મોટી છેતરપીડી કરનાર ઇસમ જનક જોષીને અંતે પકડી પાડવામાં અંતે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચને આખરે સફળતા લાગી છે. ઝડપાયેલા શખ્સની આકરી પુછપરછ કરવામાં આવ્યા બાદ કેટલીક ચોકવાની વિગત જાણવા મળી છે. આ શખ્સ જુદા જુદા લાલચ આપીને છેતરપીડી કરતો હતો. ઝડપાયેલા જનકભાઈની પુછપરછ કરવામાં આવ્યા બાદ કેટલીક નવી વિગત સપાટી ઉપર આવી છે. કોઈ જગ્યાએ નોકરી અપાવવાનું કામ કરી આપવાની લાલચ આપતો હતો. આ ઉપરાંત  પુણેની ડીવાય પાટીલ કોલેજમાં એમડી રેડીયોલોજીસ્ટ તરીકે પ્રવેશ કરાવવાની લાલચ પણ આપી હતી. આના માટે ૮૦ લાખ રૂપિયાના પ્રવેશ અપાવવાની વાત કરવામાં આવી હતી. પ્રવેશ ચોક્કસ મળી જશે તેવો પાકો વિશ્વાસ અને ભરોસો આપી તે પેટે ૧૯ લાખની રકમ તેમના મિત્ર પાસેથી લઈ લીધી હતી. પરંતુ પ્રવેશ અપાવ્યો ન હતો. આ ઉપરાંત અમેરિકા જતા પ્રતિનિધિ મંડળમાં વ્યક્તિઓને મોકલવા માટેની લોભામણી વાતચીત કરી વિશ્વાસ અને ભરોસો મુકીને અનેક લોકો પાસેથી નાણા લઈ લીધા હતા. કોઈને પણ અમેરિકા મોકલ્યા ન હતા. આશિષભાઈ નામની વ્યક્તિએ જનકભાઈને બે કામ માટે ૩૯ લાખથી વધુની રકમની માંગણી કરતા તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. પૈસાની માંગણી કરસો તો હાથપગ તોડી નાખવામાં આવશે. જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ બાબની નોંધ લીધા બાદ પોલીસ ટુકડીએ જાણ બિછાવી હતી. આશિષ કુમાર જશંવતરાય પંડ્યાાએ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. આશિષ કુમારે કહ્યું હતું કે, અમદાવાદમાં સ્ટર્લીંગ સીટી બોપલમાં ભગવતિ કૃપામાં રહેતા જનકભાઈ જોષી સાથે તેમની ઓળખ થઈ હતી. જનકભાઈએ ઓળખ થયા બાદ કહ્યું હતું કે, પોતે ેમેડિકલમાં પ્રવેશ અપાવવાનું, કોઈપણ જગ્યાએ નોકરી અપાવવાનું કામ કરે છે. જેથી લાલચમાં આવીને આશિષભાઈએ ૨૦૧૩માં જનકભાઈને તેમના મિત્ર સુરજીતસિંહના પુત્ર મિતેષનું પુણેની કોલેજમાં પ્રવેશ અપાવવાની વાત કરી હતી. જનકભાઈએ બદલામાં ૮૦ લાખની માંગ કરી હતી. પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી.

આરોપી જનક જોષીની મોડસ ઓપરેન્ડી શુ ....

         અમદાવાદ,તા. ૨૪ : સરકારી કચેરીઓમાં અલગ અલગ કામો કરાવવા, નોકરી અપાવવા, જમીન અને ટેન્ડરને લગતા કામો કરાવી આપવાને બહાને વિવિધ રાજ્યોમાં લોકો સાથે છેતરપીડી કરનાર ઇસમ જનક જોષીની ધરપકડ કરવામાં આવ્યા બાદ મોડસ ઓપરેન્ડી પણ સપાટી પર આવી છે. જનક જોષીએ પુછપરછ દરમ્યાન કહ્યું હતું કે, પોતે જુદી જુદી સરકારી કચેરીઓમાંથી અલગ અલગ કામો કરાવવી આપવા લોકોને વિશ્વાસ લઇને લોભામણી લાલચો આપતા હતા. પ્રલોભન પણ આપતા હતા. પૈસા પડાવવાનું કામ ત્યાર બાદ કરતા હતા. પોતાની મોબાઇલ ફોનમાં કોલ માટે ખાસ સોફટવેર ગોઠવીને જુદી જુદી સરકારી ઓફિસના નંબર સામેવાળી વ્યક્તિના ફોનમાં ડિસપ્લે કરાવી સામેની વ્યક્તિને સરકારી કચેરીમાંથી કામ થઈ જશે તેવો વિશ્વાસ અપાવતો હતો. છેલ્લા ૬ વર્ષથી સક્રિય હતો. છ વર્ષ પહેલા બોપલ પોલીસમાં છેતરપીડીનો કેસ દાખલ થયો હતો. જનક જોષી દિલ્હી સહિતના જુદા જુદા રાજ્યોમાં સંપર્કમાં આવેલી વ્યક્તિઓ મારફતે લાયઝનિંગના કામો મેળવે છે.

(8:04 pm IST)