Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

પાદરાના ગણપતપુરાની સીમમાં નજીવી બાબતે બે મિત્રો બાખડ્યા

વડોદરા:પાદરાના ગણપતપુરા ગામની સીમમાં 10 રૂપિયાની તકરારમાં બે મિત્રો વચ્ચે મારામારી થતાં એક મિત્રએ પાળિયાથી હુમલો કરી બીજા મિત્રની હત્યા કરી હતી. જે કેસમાં આરોપીને કસુરવાર ઠેરવીને અદાલતે આજીવન કેદની સજા કરી છે.

અંગેની વિગત એવી છે કે પાદરા તાલુકાના ઠીકરીયા મુબારક ગામે રહેતા રમેશભાઈ ઉર્ફે બટકો ચંદુભાઈ વસાવા અને જયંતિ દેવજીભાઈ પગી (રહે.વાલચંદ નગર બોજાદરા તા.જંબુસર જિ.ભરૃચ) બંને મિત્રો હતા.

ગત --૨૦૧૬ના રોજ બપોરે પાદરા ટાઉનમાં રમેશે મિત્ર જયંતિ પાસે રૃપિયા ૧૦ માંગ્યા હતા. પરંતુ જયંતિએ રૃપિયા નહી આપતા બંને વચ્ચે મારામારી થઈ હતી. ઉશ્કેરાયેલા જયંતિએ પાળિયા વડે હુમલો કરી રમેશને ગંભીર ઈજાઓ પહોંચાડતા તેનું મોત નિપજ્યું હતુ.

હત્યા કેસમાં સામેલ આરોપી જયંતિને ન્યાયાધીશ એસ.એમ.રાજપૂરોહિતે કસુરવાર ઠેરવીને આજીવન કેદની સજા કરી છે. સરકાર તરફે વકીલ ભાવિક પુરોહિતે રજૂઆતો કરી હતી

(6:33 pm IST)