Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

મહેમદાવાદ પોલીસે સિદ્ધિ વિનાયક મંદિર બ્રિજ પાસેથી ચોરેલા એક્ટિવા સાથે બે શખ્સોને રંગે હાથે ઝડપ્યા

મહેમદાવાદ:પોલીસે સિધ્ધિ વિનાયક મંદિર બ્રીજ પાસેથી મણિનગરથી ચોરેલા એક્ટીવા સાથે બે શખ્સોને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે મણિનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ઘરી છે.

 


પ્રાપ્ત વિગતો અનુસાર પેટ્રોલીંગમાં નીકળેલી મહેમદાવાદ પોલીસને હકિકત મળી હતી કે, શંકાસ્પદ હાલતમાં બે ઈસમો એક ગ્રે કલરનું એક્ટીવા નંબર જીજે-૦૧ એમવી-૭૭૫૮નું લઈને અમદાવાદ રોડ તરફથી મહેમદાવાદ તરફ આવનાર છે. જેના આધારે મહેમદાવાદ સિધ્ધીવિનાયક મંદિર બ્રીજ આગળ વોચ ગોઠવી દીધી હતી.  રમિયાન ઉપરોક્ત એક્ટીવા પસાર થતાં તેને રોકી લઈ એક્ટીવા ચાલકને સદર વાહનના આરટીઓને લગતા કાગળો માંગતા ગલ્લાતલ્લા બતાવી સંતોષકારક જવાબ આપ્યો નહોતો. જેથી એક્ટીવા છળકપટથી મેળવેલાનું જણાતાં ચાલકનું નામઠામ પૂછતાં સોહેલભાઈ યુસુફભાઈ વ્હોરા તથા એક્ટીવા પાછળ બેઠેલ ઈસમનું નામ પૂછતાં અબ્દુલવાજીદ ઉર્ફે રાજા અબ્દુલકાદર મલેક (બન્ને રહે. મહેમદાવાદ દાઉદપુરા)ના હોવાનું જણાવ્યું હતુ. એક્ટીવા અમદાવાદના શહેરના મણિનગર વિસ્તારમાંથી ચોરેલાની કબૂલાત કરતા પોલીસે મણિનગર પોલીસને જાણ કરી હતી.

(6:31 pm IST)