Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

વલ્લભ વિદ્યાનગરમાં ૪૯ દિવ્યાંગોને નોકરીઃ ભરતીમેળામાં ૧૧૨ દિવ્યાંગોઅે લાભ લીધો

વલ્લભ વિદ્યાનગરઃ નિયામક, રોજગાર અને તાલીમ ગાંધીનગર હસ્તકની કચેરી યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર, વલ્લભવિદ્યાનગર, આણંદની જિલ્લા રોજગાર કચેરી અને મોડલ કેરિયર સેન્ટર, સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે ખાસ દિવ્યાંગો માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

ખાસ રોજગાર ભરતી મેળાનો વધુને વધુ દિવ્યાંગો લાભ લે તે હેતુસર અંદાજે ૪૦૦ જેટલા દિવ્યાંગ ઉમેદવારોને ભરતી મેળા અંગેની જાણ કરવામાં આવી હતી. જેના ફળસ્વરૃપે ૧૧૨ દિવ્યાંગ ઉમેદવારો રોજગારી મેળવવા અર્થે ઉપસ્થિત રહ્યા હતા જેમાં બહેરા અને મૂંગા ઉમેદવારોનો પણ સમાવેશ થતો હતો.

 

ભરતી મેળામાં વડોદરાની કોજેન્ટ સર્વિસ પ્રા.લિ., અંજારની વેલસ્પન ઇન્ડિયા પ્રા.લિ. અને વડોદરા આઇસોન બીપીઓ પ્રા.લિ.ના અધિકારીઓએ હાજર રહીને કંપનીને લાયક ઉમેદવારોની પસંદગી કરી હતી. ખાસ રોજગાર ભરતી મેળામાં રોજગારી મેળવવા હાજર રહેલ ૧૧૨ દિવ્યાંગ ઉમેદવારો પૈકી ૪૯ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. જેમાં વડોદરાની કોજેન્ટ સર્વિસ પ્રા.લિ. . ૨૦ અને વડોદરાની આઇસોન બીપીઓ પ્રા.લિ. ૧૩ શારીરિક દિવ્યાંગતા ધરાવતા જયારે અંજારની વેલસ્પન ઇન્ડિયા પ્રા.લિ. ૧૬ બહેરા અને મૂંગા દિવ્યાંગ ઉમેદવારોની પસંદગી કરી હતી. જિલ્લા રોજગાર અધિકારી ડી. કે. ભટ્ટે પ્રસંગે ભરતી મેળામાં ઉપસ્થિત રહેલ દિવ્યાંગ ઉમેદવારોને પ્રોત્સાહન પુરું પાડી દિવ્યાંગો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી ઉમેદવારોને ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

(7:01 pm IST)