Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

ગાંધીનગરના ગુરૂકુળમાં ફી નિયમન મુદ્દે વાલીઓ દ્વારા બઘડાટી

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ફી નિયમનનો કાયદો અમલમાં મુક્યા બાદ ફી મુદ્દે ગાંધીનગરની ગુરૂકુલ સ્‍કૂલમાં વાલીઓઅે હોબાળો મચાવતા દોડધામ મચી ગઇ છે.

ગાંધીનગરની સ્કૂલ ગુરુકુલની સામે ફી વધારા ના મુદ્દે વાલીઓઅે હોબાળો મચાવ્યો છે. સ્કૂલે દરવાજા બંદ કરી સ્કૂલના દરવાજે બાઉન્સરો ગોઠવી દીધા છે. ધીમેધીમે મોટી સંખ્યામાં વાલીઓ ભેગા થઈ રહ્યા હોવાથી મામલો વકરે તેવી પણ શક્યતા છે. ફી નિયમન મામલે શિક્ષણમંત્રીના ખુલાસા છતાં વાલીઅો અને સ્કૂલો વચ્ચે મતભેદો બહાર અાવી રહ્યાં છે. અમદાવાદની તુલિપ સ્કૂલના વાલીઅોઅે પણ અાજે અમદાવાદ શિક્ષણાધિકારીની કચેરીઅે હોબાળો મચાવ્યો છે. ગુરુકુલ સ્કૂલ ગાંધીનગરની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સ્કૂલ છે. જેમાં વિવાદ થતાં હવે હોબાળો વધુ થાય માટે પૂરતી કાળજી રખાઈ રહી છે. વાલીઅો ધીમેધીમે હવે સ્કૂલ બહાર અેકત્ર થઈ રહ્યાં છે. તંત્ર પણ અા બાબતે હરકતમાં અાવી ગયું છે.

સ્કૂલ બહાર ધીમેધીમે વાલીઅો અેકત્ર થયેલા નજરે પડી રહ્યાં છે. જેના પગલે સ્કૂલ સત્તાવાળા પણ અેલર્ટ બન્યા છે.

સ્કૂલે કોઈ પણ અન ઇચ્છનિય ઘટના ન બને તે માટે સ્કૂલના દરવાજા બહાર બાઉન્સરોને ગોઠવી દીધા છે.

(5:21 pm IST)