Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

પોલીસ અધિકારીએ પોતાના મિત્રની કંપનીમાં રાહ ભૂલેલ યુવાનને સોફટવેર એન્જિનિયર તરીકે સર્વિસ અપાવી

ભૂતકાળમાં રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચમાં પીઆઇ તરીકે અને હાલમાં DYSP દરજ્જે ફરજ બજાવતા વિક્રમસિંહ રાઠોર દ્વારા સમયસરની મદદથી એક પરિવારનો માળો વિખાઇ જતાં અટકી ગયોઃ સોફટવેર એન્જિનિયરની સર્વિસ છૂટી જતાં સારા ઘરના આ યુવાને દુઃખ ભૂલવા મિત્રોના આગ્રહથી ૨ પેગ દારૂના લગાવી સડક પર કારમાં જ સૂઈ ગયેલ યુવાન જીવનભર દારૂ પીને સડક પર પડ્યો ન રહે તે માટે એક પોલીસ અધિકારી દ્વારા લેવાયેલ નિર્ણયની અનુકરણીય કથા

રાજકોટ તા. ૨૩: તાજેતરમાં જ વિશાવદર ના પીઆઈ એન. આર.પટેલની માનવતાને કારણે એક યુવાન  બુટલેગર બનવાને બદલે એક મોટી બેન્કનો આસિસ્ટન્ટ મેનેજર બની ગયો તેની કથા વાચી આજ શ્રેણીમાં આપણે ભૂતકાળમાં રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચ ખેડા અમદાવાદ વિ.મા પ્રશંસનિય ફરજ બજાવનારા અને હાલ સીઆઈડીમાં ડીવાયએસપી દરજ્જે ફરજ બજવતા એક અધિકારીની માનવતા લક્ષી કામગીરીને કારણે જિંદગીભર દારૂના નશામાં ગમે ત્યાં પડયા રહેવાને બદલે અધિકારીની મદદથી એક પ્રતિષ્ઠિત કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયરની સર્વિસ મળી જતા આ યુવાન ની જિંદગી સુધરી ગયાનો રસપ્રદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આપને જે પોલીસ અધિકારી ની ચર્ચા કરી રહ્યા છે તે અધિકારીનું નામ વિક્રમસિંહ રાઠોર છે. આ ઘટના આમતો ૨૦૧૫ની છે.વિક્રમસિંહ રાઠોર તે સમયે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા.રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન તેવો વડોદરાના જાણીતા કરોલી બાગ વિસ્તારમાંથી પસાર થતા હતા તે સમયે ચાર રસ્તા પર એક કાર ઊભેલી જોઈ.પોલીસ દૃષ્ટિએ જોતા ડ્રાઇવિંગ સીટ પર એક શખ્સને સૂતેલો જોયો.પાછલી સીટ પર લેપટોપ સાથેની બેગ જોઈ. ડ્રાઈવરને તેઓએ યુવાનને બોલાવી લાવવા કહ્યું.

કારચાલક ઝબકીને ઊભો થાયો. ડ્રાઈવરે આંગળીના ઈશારે થી સાહેબ બોલાવે છે તેમ જણાવ્યું. પ્રથમતો પોલીસ જીપ જોઈને મનોમન ગભરાયો.

થોડો સ્વસ્થ થવા પ્રયત્ન કરી અને જીપ પાશે જઈ ખૂબ જ નમ્રતા પૂર્વક જી સર કહી સ્વસ્થ દેખાવા પ્રયત્નો કર્યા તેની ભાષા અને વસ્ત્રોથી તે ખૂબ શિક્ષિત છે તે સમજતા અનુભવી એવા આ અધિકારીને વાર ન લાગી.

વિક્રમસિંહ રાઠોર દ્વારા ખૂબ પોલીસની પ્રચલિત ભાષાને બદલે લાગણી થી કેમ ભાઈ ગાડીમાં સૂતો છે? એવો પ્રશ્ન થતાં ભાંગી પડેલો આ યુવાન રડતા અવાજે પોતાની વિતક કથા વર્ણવતા જણાવ્યું કે હું સોફ્ટ વેર ઇજનેર છું. મારી નોકરી છુટી ગઈ છે.હું એકદમ ભાંગી પડતા મિત્રોના આગ્રહથી એક પેગ શરાબ પીધો. અમારા પરિવારની સાત પેઢીમા કોઈ દારૂ ને હાથ લગાડ્યો નથી.એટલે ગીલટી ફિલ થાય છે.

 વિક્રમસિંહ રાઠોરે તે યુવાનની જિંદગી ખરાબ ન થાય તે માટે તેને ઘર સુધી સાથે જઈ છોડી આવ્યા.અને બીજે દિવસે પોતાને ક્રાઇમ બ્રાન્ચમાં મળવા જણાવ્યું

આ દરમિયાન સવારે જ પોતાના એક પરિચિત સોફ્ટ વેર કંપનીનો સંપર્ક કરી યુવાન માટે નોકરીની વ્યવસ્થા કરાવી લીધેલ. બપોરે આ યુવાન આવ્યો ત્યારે તેમને તુરત નોકરી માટે મોકલ્યો.અને સાંજે એ યુવાન પેંડાના બોક્ષ સાથે મળવા આવી વિક્રમસિંહ રાઠોર કઇ સમજે તે પહેલા હર્ષના આસું સાથે પગમા પડી ગયો. એ માનવતા વાદી અધીકારીએ તેને ગળે લગાડ્યો. યોગાનુયોગ હકારાત્મક વલણ માટે ગુજરાતભરમાં જાણીતા જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા સાથે વીસાવદર પીઆઇ એન. આર.પટેલ માફક વિક્રમસિંહ રાઠોર સાથે ફરજ બજાવી છે.

(3:44 pm IST)