Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શંખેશ્વરમાં જૈવિક ખાતરો અને મસાલા પાકોના વાવેતર બાબતે સેમિનાર યોજાયો

ખાતર બનાવવાની રીત અળસિયાની પસંદગી તેની સાર સંભાળ પેકિંગ વ્યવસ્થા સહિતની માહિતી અને માર્ગદર્શન અપાયું

શંખેશ્વરમાં પાડલા રોડ ઉપર આવેલ જગમાલભાઇ આર્યની વાડીએ સમી શંખેશ્વર તાલુકાના પસંદગીના ગામોમાંથી પસંદ કરેલ ખેડૂતો સાથે મસાલા પાકોનું વાવેતર તેમજ જૈવિક ખાતરો ની માહિતી માર્ગદર્શન માટે મિટિંગ યોજાઈ હતી

  કાર્યક્રમની શરૂઆત કરતા રિલાયન્સ ફાઉન્ડેશનના ટીમ લીડર દ્વારા કાર્યક્રમનો હેતુ તેમજ આ વિસ્તારમાં જૈવિક ખાતરોની જરૂરિયાત બાબતે લોકોને પ્રાથમિક માહિતી આપેલ હતી

 જયરામભાઈ રબારી દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમ અને  રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા  અમલીકૃત તેલીયાક્ષાય પ્રોજેક્ટ બાબતે લોકો સાથે કરેલ કામગીરી  અમે આયોજન  વિશે ચર્ચા વિચારણા કરેલ હતી

વ્રજલાલ રાજગોર દ્વારા જૈવિક ઓર્ગેનિક બાયો ફર્ટીલાઇઝર ખાતરો ની જરૂરિયાત અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવનાર વિવિધ પ્રકારના ખાતર ના ડેમોની ચર્ચા વિચારણા કરેલ હતી

  કૃષિ યુનિવર્સિટી જગુદણ ના અધિકારીઓ દ્વારા મસાલા પાકનું વાવેતર પિયત પદ્ધતિ સંભવિત બીમારીઓ ખાતરની માત્રા  બિયારણ ની પસંદગી સમસ્યાઓ અને તેના નિરાકરણો તેમજ ઓર્ગેનિક ખેતી અને વેચાણ વ્યવસ્થા માટે કંપનીનો સાથે જોડાણ સરકારી યોજના અને માર્કેટ વ્યવસ્થા બાબતે માહિતી અને માર્ગદર્શન આપવા સાથે સ્થાનિક ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરેલ હતી

  બળદેવભાઈ ચૌધરી  દ્વારા અળસિયાના ખાતરનો ડેમો કરી લોકોને બતાવવામાં ખાતર બનાવવાની રીત અળસિયાની પસંદગી તેની સાર સંભાળ પેકિંગ વ્યવસ્થા અને ખેતરમાં તેનું વાવેતર કરવાની પદ્ધતિઓ બાબતે માહિતી અને માર્ગદર્શન આપેલ હતું

  આ કાર્યક્રમના અંતમાં  હાજર ખેડૂતોમાંથી જૈવિક ખાતરોમાં રસ ધરાવતા ખેડૂતો ની યાદી બનાવી અળસિયાનું ખાતર વર્મિવોશ એઝોલા માધ્યમ કલ્ચર કંપોસ્ટ પીટ માધ્યમ કલ્ચર ડીકમ્પોઝર અમૃતજળ પંચગવ્ય બાયો ફર્ટીલાઇઝર લીલો પડવાસ જેવા વિવિધ ખાતરોના ડેમો કરવાનું આયોજન કરેલ હતું

  મીટિંગમાં રિલાયન્સ ફાઉન્ડેશન ટીમ તેમજ કૃષિ યુનિવર્સિટી જગુદણ ના ડે, ડાયરેક્ટર સ્પાઈસી બોર્ડના ડૉ વ્યંકટેસ સાહેબ અને સ્પાઈસી બોર્ડના વૈજ્ઞાનિક ડૉ શ્રીસુલી નેશનલ રૂરલ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન બોરતવાડામાથી રમેશભાઈ ચૌધરી અને બલવંતભાઈ ચૌધરી હાજર રહી ખેડૂતો ને માહીતી અને માર્ગદર્શન આપેલ એવુ રીલાયન્સ ફાઉન્ડેશન ના નિરપતસીહ કિરાર ની યાદીમાં જણાવેલ છે

 

(11:30 pm IST)