Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ગુજરાત યુનિવર્સીટીમાં મંજૂરી વિના ઝાડ કાપવાથી સર્જાયો વિવાદ: NSUI એ ગાડી રોકી:પગલાંની માંગ

ઝાડને ટ્રિમ કરવાની જગ્યાએ તેને કાપીને લઈ જવામાં આવતા હતા

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદોમાં આવી છે. ત્યારે યુનિવર્સિટીમાં બે ઝાડ મંજૂરી વગર કાપવામાં આવ્યા. યુથ કોંગ્રેસ NSUI દ્વારા કાપવામાં આવેલા ઝાડ ભરીને જતી ગાડી રોકી હોબાળો કરવામાં આવતા તથા ગેટ પાસ માંગતા ગેટ પાસમાં ફક્ત ઝાડ ટ્રીમિંગના ઉલ્લેખ પર તપાસ કરવામાં આવતા ઝાડને ટ્રિમ કરવાની જગ્યાએ તેને કાપીને લઈ જવામાં આવતા હતા.

                અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ખાસ કરીને બ્યુટીફીકેશન બાદ દરેક જગ્યાની સાર સંભાળ રાખવામાં આવે છે. પરંતુ જ્યાં યુનિવર્સિટીના મેનેજમેન્ટની વાત કરવામાં આવે તો યુનિવર્સિટીના મેનેજમેન્ટની પણ ક્યાંક બેદરકારી સામે આવી છે. ત્યારે યુનિવર્સિટીમાં જે ઝાડને ટ્રિમ કરવાના હતા. તેની જગ્યાએ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા તેને કાપી નાખવામાં આવ્યા હતા. જોકે તે ઝાડ કાપવા લાયક ન થયા હોવા છતાં પણ તેને કાપી નાખવામાં આવતા એનએસયુઆઇ દ્વારા તેની ચકાસણી કરવામાં આવતા. કાપવા આવેલ કામદારો જોડે થી માત્ર ગેટ પાસમા માત્ર ઝાડને ટ્રીમિંગ કરવાનો ઉલ્લેખ કરાયો હતો. ત્યારે એનએસયુઆઇ દ્વારા તાકીદે આ બાબતે પગલા ભરતા ટ્રકમાં ભરેલા લાકડાને નીચે ઉતારવામાં આવ્યા હતા તથા આ બાબતની જાણ યુનિવર્સિટીના સત્તાધીશોને પણ કરવામાં આવી હતી.

(10:26 pm IST)