Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

રાજ્યમાં ફટાકડાના વેપારીઓની દિવાળી બગડી : SGSTની કાર્યવાહીમાં 2.26 કરોડની વસૂલાત

અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતના શહેરોના 15 સ્થળોએ સર્વેની કાર્યવાહી

અમદાવાદ: રાજ્યમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની કંપનીઓ પર દરોડા બાદ હવે ફટાકડાના વેપારીઓ પર સ્ટેટ જીએસટી વિભાગે સકંજો કસ્યો છે, અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતના શહેરોના 15 સ્થળોએ સર્વેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ફટાકડાના વેપારીઓ પાસેથી કાચા બિલો મળી આવ્યાં હતા, હિસાબોમાં પણ ગોટાળો નીકળતા તેમની સામે કડક કાર્યવાહી કરીને ટેક્સ અને દંડની રકમ તાત્કાલિક જ વસૂલવામાં આવી છે.

 સૌથી વધુ સુરતમાં શીવ ક્રેકર્સ પાસેથી 55 લાખ રૂપિયા વસૂલવાં આવ્યાં છે, ત્યાર પછી વડોદરાની આઇ.બી.ટ્રેડીંગ પાસેથી રૂપિયા 32 લાખની વસૂલાત કરવામાં આવી છે, રાજકોટની શ્રી રામ ફાયર વર્કસ એન્ડ શ્રી રામ એન્ટરપ્રાઇસ પાસેથી 22 લાખ રૂપિયા, અમદાવાદની રામદેવ ટ્રેડર્સ, મધુ સ્ટોર્સ, ભીલાડની લક્ષ્‍મી સ્ટોર્સ અને વડોદરાની શ્રીનાથજી ક્રેકર્સ પાસેથી ટેક્સ અને દંડ વસૂલવામાં આવ્યો છે, ત્યારે દિવાળી પહેલા જ સ્ટેટ જીએસટી વિભાગની કાર્યવાહીથી ફટાકડાના વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે અને હજુ પણ અન્ય વેપારીઓને ત્યાં કાર્યવાહી થાય તેવી શક્યતા છે.

ફટાકડાના વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે અને હજુ પણ અન્ય વેપારીઓને ત્યાં કાર્યવાહી થાય તેવી શક્યતા છે.

(9:49 pm IST)