Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

વડોદરા આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈ,બેકરી ફરસાણની દુકાનો અને ઉત્પાદકોને ત્યાં ચેકીંગ

ઉત્પાદન પછી કેટલા સમયમાં ખાઈ શકાય ? તેનો ઉલ્લેખ નહીં હોવાથી જથ્થાનો નાશ કર્યો

વડોદરા મહાનગર સેવાસદનની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને  આરોગ્યને લઈને ફરી સક્રિય થઇ છે. છેલ્લા દસ દિવસથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મીઠાઈ - બેકરી અને ફરસાણની દુકાનો અને ઉત્પાદકોને ત્યાં આરોગ્ય લક્ષી તપાસ હાથ ધરી રહી છે.

                આરોગ્ય વિભાગ દ્વારા  ઈન ઓર્બીટ મોલ અને ટ્રાન્સ ક્યુબ મોલમાં મીઠાઈ અને ફરસાણની દુકાનો પર તપાસ હાથ ધરી. જેમાં ઉત્પાદન પછી કેટલા સમયમાં ખાઈ શકાય છે. તેની તારીખ લખીના હોવાથી ત્રણ કિલો જેટલો ફરસાણ અને બેકરી પ્રોડક્ટનો જથ્થો નાશ કરાયો હતો..આ સાથે વેપારીઓને શિડુયલ ફોર મુજબ નોટિસો આપવામાં આવી હતી. જોકે દુકાનોમાં જે મીઠાઈ ખુલ્લામાં પડેલી હોય અને છૂટક વેચવામાં આવી રહી છે તેવી મીઠાઈ પર કોઈ એક્સપાયરી ડેટ નથી કે નથી હોતી મેનુફેક્ચરિંગ ડેટ તો આ મીઠાઈઓ ખાવી કે કેમ ?

(7:39 pm IST)