Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

બોરસદમાં નજીવી બાબતે ત્રણ શખ્સોને લાકડીથી માર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત: પોલીસ ફરિયાદ દાખલ

બોરસદ: શહેરના ટાઉન હોલ પાછળ આવેલા ભોભા ટેકરા પાસે રહેતા ચન્દ્રેશભાઈ બળવંતભાઈ તળપદા પોતાના ઘરે હાજર હતા ત્યારે નજીકમાં જ રહેતા સવિતાબેન વિજયભાઈ તળપદા, રાજુભાઈ જીવણભાઈ તળપદા, વિજયભાઈ જીવણભાઈ તળપદા અને શંભુભાઈ નટુભાઈ તળપદા આવી ચઢ્યા હતા અને અરવિંદભાઈ ધનજીભાઈ તળપદાને અમારા ઘરે કેમ આવવા દેતા નથી તેમ જણાવીને ચન્દ્રેશભાઈના કાકી સરોજબેન સાથે ઝપાઝપી કરતાં તેમને કાનના ભાગે ઈજાઓ થવા પામી હતી. જે તે વખતે સમાધાન થઈ જવા પામ્યું હતુ.

ત્યારબાદ બપોરના અઢી વાગ્યાના સુમારે ચન્દ્રેશનો ભાઈ કમલેશભાઈ તથા કાકાનો દીકરો રાજેશભાઈ કાકીની ખબર જોવા અને દવાખાનાના પૈસા બાબતે વાત કરવા જતાં જ ઉક્ત ચારેય જણાં એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગમે તેવી ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. ચન્દ્રેશભાઈ વચ્ચે પડતાં તેમને માથામાં લાકડી મારી દીધી હતી. કમલેશભાઈને રાજુભાઈએ પોતાની પાસેની લોખંડની પટ્ટી તેમજ રાજેશભાઈને લોખંડની પાઈપ મારીને ઈજાઓ પહોંચાડી હતી.

 

(5:46 pm IST)