Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

નડિયાદના મોતીપુરા સહીત વાસણા નજીક બે જુદા-જુદા માર્ગ અકસ્માત: પાંચ ને ગંભીર ઇજા: પોલીસ ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરાઈ

નડિયાદ: તાલુકાના મોતીપુરા તેમજ ખેડા તાલુકાના વાસણા નજીક સર્જાયેલા જુદા-જુદા બે માર્ગ અકસ્માતોમાં કુલ પાંચ મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ તાલુકાના કાસોર તાબે ભયજીપુરામાં રહેતાં ઈશ્વરભાઈ ચંદુભાઈ ગોહેલ અને તેમના મિત્ર વિનુભાઈ ઉર્ફે બોડો મંગળભાઈ ગોહેલ ગતરોજ સાંજના સમયે બાઈક નં. જીજે-૨૩, બીઈ-૧૨૦૯ લઈ નડિયાદ તાલુકાના ચકલાસી તાબે મોતીપુરા-દેવકાપુરા રોડ પરથી પસાર થતાં હતાં. દરમિયાન માર્ગ પર સામેથી પુરપાટ ઝડપે આવતાં બાઈક નં. જીજે-૨૩, એડી-૨૪૩૯ના ચાલકે ઈશ્વરભાઈના બાઈકને ટક્કર મારી હતી. જેથી બાઈકચાલક ઈશ્વરભાઈ અને પાછળ બેઠેલાં તેમના મિત્ર વિનુભાઈ ફંગોળાઈ રોડ પર પટકાતાં ઈજાગ્રસ્ત બન્યાં હતાં.

(5:44 pm IST)