Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

બનાસકાંઠા જિલ્લામાં રોગચાળાએ માઝા મૂકી: એક સપ્તાહમાં 70થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા: તંત્ર દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા લોકોમાં રોષની લાગણી

બનાસકાંઠા: જિલ્લામાં રોગચાળાએ માઝા મુકી છે. અમીરગઢધાનેરા અને વડગામ તાલુકામાં ડીપ્થેરીયાનો આતંક ફેલાયો છે. ત્યારે થરાદ પંથકમાં ડેન્ગ્યુનો રોગ વકરવા પામ્યો છે. એક સપ્તાહમાં 70 થી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં એક હોસ્પિટલમાં 15 દર્દીઓ નોંધાવા પામ્યા છે. પંથકમાં તાવ-શરદી અને ખાંસીના રોગથી દવાખાનાઓ ઉભરાઇ રહ્યા છે. તેમ છતાં આરોગ્ય તંત્ર દ્વારા હજુ કોઇ ઠોસ કદમ ઉઠાવાતાં લોકોમાં તંત્ર પ્રત્યે રોષ વ્યાપ્યો છે.

થરાદ પથકમાં ગત શ્રાવણ ભાદરવા અને છેલ્લા આસો માસમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાતા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ થવા લાગતા ઠેર ઠેર મદવાડામાં તાવ ખાસી શરદી જેવા વાયરલ રોગોના કારણે દવાખાનામાં દર્દીઓ થી ભરાઇ જતા હતા. છેલ્લા એક મહિનાથી થરાદ-વાવ પથંકમાં ડેન્ગ્યુના દર્દીઓનો ખુબજ વધારો થઇ રહ્યો છે. જેમાં ખાનગી હોસ્પિટલો માં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા મોટા ભાગે જોવા મળી રહી છે. થરાદની એક ખાનગી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસથી 15 થી વધુ ડેન્ગ્યુના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. એક સપ્તાહમાં 70 થી વધુ ડેન્ગ્યુના શંકાસ્પદ કેશનો નોધાવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. અંગે ખાનગી હોસ્પિટલના ડોકટરના જણાવ્યુ કે અત્યારે મચ્છરોના ઉપદ્રવ સામે આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવતા આવા રોગો વધુ પ્રમાણમાં વક્યા છે.

(5:42 pm IST)