Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

મહેસાણામાં દિવાળીના ઉત્સવમાં રામપુરા-પાલાવાસણા રોડ પરથી પોલીસે જીપમાં લાકડાની આડમાં સંતાડીને લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

મહેસાણા: જિલ્લામાં દિવાળીના તહેવારનીમીતે છેલ્લા સપ્તાહમાં દરમીયાન એલસીબી પોલીસે પેટ્રોલીંગ વધારી રાજસ્થાનમાંથી આવતો દારૃ તથા રાજસ્થાની શખસોની ધરપકડ કરી પ્રોહી એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મંગળવારના રોજ મહેસાણા ટાઉનમાંથી એક બોલેરો ગાડીમાંથી વિદેશી દારૃની 720 બોટલ રૃ2.88 લાખ તથા ગાડી સહિત રૃ.7.88 લાખજો મુદ્દામાલ ઝડપી પાડયો છે.

મહેસાણા એલસીબીએ છેલ્લા સપ્તાહ દરમીયાન જુદી જુદી જગ્યાએ રોડપાડી  વિદેશી દારૃની વિવિધ બ્રાન્ડની બોટલો વાહન સહિત કુલ 61 લાખથી વધુનો મુદ્દામાલ સાથે રાજસ્થાની આરોપી ઝડપવામાં સફળતા મળી હતી. જેમાં સોમવારના રોજ ફતેહપુરા બાયપાસ સર્કલ નજીકથી દુધના ટેન્કરમાં સંતાડેલ વિવિધ પ્રકારના વિદેશી દારૃ રાજસ્થાનથી લાબી રહેલા બે શખસો સાથે 30.44 લાખનો મુદ્દામાલ ઝડપ્યો હતો. થોડાક દિવસ અગાઉ મહેસાણાના ખારા ગામેથી વિદેશી દારૃ ભરેલી કાર માં 1678 બોવ સાથે 12.25 લાખનો મુદ્દામાલ પકડાયો હતો. જેમાં બે રાજસ્થાની શખસો ઝડપાયા હતા. વિસનગરના ઉદલપુર પાસેથી 1.50 લાખનો દારૃ સાથે 6.51 લાખનો મુદ્દામાલ જબ્બે કર્યો હતો. જ્યારે વિજાપુરના લાડોલમાંથી 5.21 લાખના દારૃ પકડી પાડયો હતો.

(5:41 pm IST)