Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઘરફોડ ચોરીના ગુનાહમાં ફરાર બે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે પોલીસ જાપતામાંથી ફરાર તથા ઘરફોડ ચોરીના બે આરોપીઓને ઝડપી પાડી પેટલાદ રૂરલ પોલીસ મથકે સોંપી દેવામાં આવ્યા છે.

અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પેટ્રોલીંગ હાથ ધર્યા દરમ્યાન મળેલ બાતમીના આધારે ખંભાત રૂરલ પોલીસમાં કલમ ૨૨૪ના ગુના હેઠળ નાસતો ફરતો આરોપી સુરેશ મફતભાઈ બીન પ્રભાતભાઈ સલાટ (રહે.મૂળ જલ્લા, તા.તારાપુર) બાઈક લઈને જલ્લા ગામમાં આવવાનો હોવાની જાણ થતા એલસીબીના જવાનો જલ્લા રોડ ઉપર મેલડી માતાના મંદિર પાસે વોચ ગોઠવી ઉભા રહ્યા હતા તે દરમ્યાન સુરેશ સલાટ આવી ચઢતા તેને પોલીસે રોકવાનો પ્રયત્ન કરતા તે પોલીસને જોઈ ત્યાંથી નાસવાનો પ્રયત્ન કર્યો હતો

(5:37 pm IST)