Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

સુરતના અમરોલીમાં નરાધમે પિતા-પુત્રીના સંબંધ પર કલંક લગાવ્યો: સગીર પુત્રી પર ચાર વાર બળાત્કાર ગુજારતા અદાલતે હવસખોર પાલક પિતાને આજીવન કેદની સુનવણી કરી

સુરત: શહેરના અમરોલી કોસાડ ખાતે રહેતી વિધવા માતાની સગીર પુત્રી પર છેલ્લા ચારેક વર્ષથી  સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી બળાત્કાર ગુજારી તથા ધાક-ધમકી આપનાર આરોપી સાવકા પિતાને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાએ તમામ ગુનામાં દોષી ઠેરવી બળાત્કાર ગુજારવાના ગુનામાં આજીવન કેદ,રૃ.10 હજાર દંડ તથા દંડ ભરે તો વધુ  બે વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

અમરોલી વિસ્તારમાં કોસાડ વિસ્તારમાં  રહેતી તથા સાત વર્ષ પહેલા  કેન્સરની બીમારીમાં પતિને ગુમાવનાર ફરિયાદી  વિધવા મહિલાએ તા. 10-6-2015 ના રોજ  પોતાની સગીર પુત્રી પર છેલ્લા ચાર વર્ષથી એકથી વધુ વાર બળાત્કાર  તથા  સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી ધાકધમકી આપવા અંગે  મૂળ બિહારના પટનાના વતની આરોપી અજય ઉર્ફે ગુડ્ડુ  અશોક  શર્મા વિરુધ્ધ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પતિનું 7 વર્ષ પહેલા અવસાન થતા અગાઉ પડોશમાં રર્હેેતો ૩૨ વર્ષીય અશોક શર્મા વિધવા મહિલા અને બે સગીર સંતાનોની સારસંભાળ લેવાના બહાને આવતો થયો હતો.

(5:37 pm IST)