Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

સુરતના પુણા-મગોબમાં બે મકાનને નિશાન બનાવી તસ્કરોએ 3.63 લાખની મતાનો હાથફેરો કર્યો: સોનાના દાગીનાની ઉઠાંતરી

સુરત:પુણા મગોબમાં કાપડ વેપારી અને ઉધનામાં ચાની કીટલી ચલાવતી મહિલાના ઘરમાંથી રોકડદાગીના મળી કુલ રૃા.3.63 લાખની મત્તાની ચોરી થઇ છે.

રાજસ્થાનના વતની અને સુરતમાં મગોબ શિવાની ઓટોમોબાઇલ્સની બાજુમાં રેશ્મા રો હાઉસ ઘર નં.સી/122 માં રહેતા 26 વર્ષીય કાપડ વેપારી નરેન્દ્રકુમાર જીવારામ લછેટા શુક્રવારે સાંજે નજીકમાં એકલા રહેતા બહેનના ઘરે પરિવાર સાથે રહેવા ગયા હતા. કાલે સવાર પાછા ફર્યા ત્યારે ઘરમાંથી રોકડા રૃા.49 હજાર મળી કુલ રૃા.2,73,900 ની ચોરી થયેલી હતી. વિસ્તારના ફુટેજમાં પુણા પોલીસને બે અજાણ્યા શકમંદ હાલતમાં દેખાયા છે.

(5:36 pm IST)