Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

સુરતના ડીડોલીમાં શાકમાર્કેટ નજીક જવેલર્સ સહીત પાનની દુકાનમાં આગ ભભુકતા અફડાતફડી: નાસભાગ મચી જવા પામી

સુરત:ડીડોલીમાં નવાગામ શાકભાજી માર્કેટ નજીક પાનના ગલ્લામાં ગઇ કાલે મોડી રાતે ઇલેકટ્રીક શોર્ટ સર્કિટ થતા આગ ભભુકી ઉઠી હતી.જોત જોતામાં આગ ફેલાતા બાજુ માં આવેલી જર્વેલર્સની દુકાન લપેટમાં આવી હતી.આગને પગલે અહીં નાસભાગ થઇ જવા પામી હતી.

ફાયર ઓફિસર સંજયભાઇ સોનવણે  ફાયરજવાન સાથે ધટના સ્થળે ધસી ગયા હતા.અને થોડા સમયમાં આગ કાબુમાં લીધી હતી. આગ કાબુમાં આવી જતા બાજુમાં આવેલી ડેરી બચી ગઇ  હતી.

જયારે આગના લીધે પાનના ગલ્લામાં માવા,ગુટખા,પાન સહિતની ચીજવસ્તુ બળી ગઇ હતી,જયારે જર્વેલસની દુકાનમાં ફનીર્ચર,ચાંદીના સિક્કામૃર્તી સહિતની ચીજવસ્તુને નુકશાન થયુ હતુ. બનાવમાં કોઇ ઇજા જાનહાની  થઇ નહી હોવાનું ફાયર સુત્રો જણાવ્યુ હતુ.

(5:34 pm IST)