Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

વડોદરાના વાઘોડિયા-આજવા રોડ પર સોસાયટીમાં પીવાના પાણીની લાઈનો નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી: ત્રણ વર્ષ માટે પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવશે

વડોદરા: શહેરના વાઘોડિયા તેમજ આજવા રોડની આજુબાજુમાં આવેલી સોસાયટીઓમાં પીવાનું પાણી નિમેટા કેનાલમાંથી પુરુ પાડવાનું આયોજન વુડા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. ત્રણ વર્ષ માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા  પાણીના વિતરણ માટેની વ્યવસ્થા કરાશે.

ઉલ્લેખનીય છે કે વુડા વિસ્તારના પૂર્વ તરફના ગામોને પીવાનું પાણી આપવા માટે અગાઉ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ૧૦ એમએલડી પાણી પુરુ પાડવા મંજૂરી અપાઇ હતી જે મુજબ રામેશરા કેનાલ પરથી પાણી ઉપાડવાનું હતું. યોજના માટે ડીપીઆર તૈયાર કરાવતા રૃા.૧૦૦ કરોડના ખર્ચનો અંદાજ હતો તેમજ ૬૦થી ૬૫ ટકા ખર્ચ પાંચ કિમી લાંબી પાઇપલાઇન નાંખવાનો હતો. વુડા દ્વારા ખર્ચમાં ઘટાડો કરવા તેમજ ટીંબી તળાવ આધારિત યોજના બનાવવા તેમજ કેનાલ મારફત પાણી મેળવવાનું પણ આયોજન કરાતા જિલ્લા પંચાયતે ટીબી તળાવનો ઉપયોગ કરવા મંજૂરી આપી હતી પરંતુ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નકારાત્મક અભિપ્રાય અપાયો હતો જેથી વુડા દ્વારા ફેર વિચારણા માટે દરખાસ્ત ફરી કરાઇ છે.

(5:33 pm IST)