Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ગુજરાતમાં કૃભકોમાં ૨૫૫ સભ્યો બિનહરીફઃ બે સભ્યો ચૂંટાયા

વાઘજીભાઈ બોડા ૩ મતે ચૂંટાયાઃ અજય પટેલ, પરેશ પટેલ, અરૂણ પટેલ, મનીષ દિલીપભાઈ સંઘાણી વગેરે બિનહરીફઃ ૨૦૨૦ના પ્રારંભે ડીરેકટર્સની ચૂંટણી

રાજકોટ, તા. ૨૩ :. દેશમાં રાસાયણિક ખાતરનું ઉત્પાદન અને વેચાણ કરતી ટોચની સહકારી સંસ્થા કૃષક ભારતી કો.ઓ. લી. (કૃભકો)ના ગુજરાત વિભાગના સભ્યોની ચૂંટણી સંપન્ન થઈ છે. તેમાં માત્ર બે બેઠકો પર ચૂંટણી થયેલ. બાકીની તમામ બેઠકો બીનહરીફ થઈ છે.

૧ થી ૧૫ લાખનું શેર ભંડોળ ધરાવતી સંસ્થામાંથી ૧૫ પ્રતિનિધિઓ અને ૫ લાખથી ૧ કરોડ સુધીનું શેર ભંડોળ ધરાવતી સંસ્થામાં ૨૪૨ મળી કુલ ૨૫૭ પ્રતિનિધિઓ ચૂંટવાના થતા હતા. જેમાંથી રાજકોટ અને સુરતમાં એક એક બેઠક માટે ચૂંટણી થયેલ. બાકીના તમામ સભ્યો બીનહરીફ ચૂંટાયા હતા. સહકારી અગ્રણી અને સંસ્થાના વાઈસ ચેરમેન વાઘજીભાઈ બોડા કુલ ૩૬ સભ્યોના મતદાનમાં ૩ મતે વિજેતા થયા છે. ઉપરાંત રાજ્યના સહકારી અગ્રણીઓ અજય પટેલ, પરેશ પટેલ, અરૂણ પટેલ, મનિષ દિલીપભાઈ સંઘાણી વગેરે બીનહરીફ ચૂંટાયા છે. હવે બન્ને વિભાગમાંથી એક-એક ડીરેકટર ચૂંટવાના થાય છે. તેની ચૂંટણી ૨૦૨૦ના વર્ષના પ્રારંભે થશે.

(4:02 pm IST)